પીરિયડ્સ દરમિયાન થતી સમસ્યા
માસિક ધર્મનું ચક્ર સામાન્ય રીતે ૨૮ દિવસોનું હોય છે. આ દિવસોમાં મોટા ભાગની મહિલાઓને શરીરના કોઇને કોઇ ભાગમાં દુખાવો રહ્યાં જ કરે છે. પરંતુ ઘણી મહિલાઓને દુખાવો અસહ્ય રહે છે. બહુ ઓછી મહિલાઓ જાણે છે કે માસિક દરમિયાન થતી સમસ્યાને વિવિધ પ્રકાર હોય છે. તો આવો તેના સમસ્યાઓ વિશે માહિતી મેળવીએ. પીરિયડ્સના દિવસોમાં થનારો દુખાવો મહિલાઓ માટે સૌથી ડરામણો અનુભવ હોય છે. સામાન્ય રીતે મહિલાઓને સહનીય દર્દ થાય છે જેમા કોઈ હળવા ડોઝવાળી દવા લેવાથી આરામ મળી જાય છે. પણ કેટલીક સ્ત્રીઓને ભયાનક દુખાવો થાય છે જેને ડિસ્મેનોરિયા કહેવામાં આવે છે. જે સ્ત્રીઓ ને આવી સમસ્યા થાય છે તેમને અનેકવાર પીરિયડ્સ નથી થતા અને અનિયમિત રીતે થાય છે. માસિક ધર્મના દિવસોમાં પ્રોસ્ટેગ્લૈડિંસનો સ્ત્રાવ થાય છે. જેને કારણે દુખાવો થાય છે. માસિક ધર્મના દિવસોમાં ગર્ભાશયની માંસપેશિયો સંકુચિત અવસ્થામાં આવી જાય છે. જેથી ગર્ભાશયમાં ભરેલી બધી ગંદકી જેવુ કે ગંદુ લોહી, ઈંડા વગેરે બહાર નીકળી જાય. અનેક સ્ત્રીઓને આ દિવસોમાં ઉલ્ટી, થાક, માથાનો દુખાવો અને ડાયેરિયા પણ થાય છે.
પીરિયડ્સ આવવાના બે વીક પહેલાથી નાની નાની વાતે ટેન્શન થાય તો સમજવું કે પ્રીમેન્સ્યૂઅલ ટેન્શન થઇ રહ્યું છે. આ ટેન્શન માનસિક, શારિરીક કે પછી ભાવાનાત્મક પણ હોઇ શકે છે. જાે કે દરેક મહિલાને આ પ્રકારનું ટેન્શન થતું નથી. ઘણી મહિલાને પેટમાં દુખાવો થવો, માથું દુખવું, પગ તૂટવા, અણગમવો થવો, ભૂખ લાગવી, ભૂખ ન લાગવી, ચિંતા થવી, અનિદ્રા, કબજીયાત, ઉબકા આવવા વગેરે જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે.
વધુ પડતા પીરિયડ્સ આવે તો એમ ન માની લેવું કે શરીરમાંથી બગાડ નીકળી રહ્યો છે, કારણે વધુ પડતું બ્લીડીંગ થવું તે બીજી કોઇ બીમારીનો સંકેત હોઇ શકે છે. ઘણી વખત ગર્ભાશય પર સાધારણ સોજાે હોય, હાઇપોથાયરોડિઝમની અસર હોય તો પણ વધુ બ્લીડીંગ આવી શકે છે. તેથી જાે તમને વધુ બ્લીડીંગ આવવાની સમસ્યા રહેતી હોય તો તેનો ઇલાજ કરાવો. અમુક મહિલા જ્યારે પણ પીરિયિડ્સમાં હોય ત્યારે પથારીમાંથી ઉભી પણ થઇ શકતી નથી. તેઓને અસહિય શરીરમાં દુખાવો થતો હોય છે, દુખાવાની સાથે ઉલટી ,ચક્કર આવવા વગેરે જેવી સમસ્યા રહે છે. તેના અનેક કારણ હોઇ શકે છે, પરંતુ મહિલાઓ તેને બતાવું જરૂરી નથી સમજતી કારણ કે આ પીડા ફક્ત એક કે બે દિવસ માટે જ હોય છે. પીરિયડ્સની શરુઆતમાં અનિયમિતા સામાન્ય છે. જેના માટે વધુ ચિંતા કરવા જેવી નથી. પરંતુ જાે અનિયમિતતા લાંબા સમય સુધી રહે તો તે યોગ્ય નથી. પીરિયિડ્સ નિયમિત આવવાથી સ્વાસ્થ સારું રહે છે.
ઓવ્યુલેશનઃ ચાલો અહીંયા આપડે થોડું ઓવ્યુલેશન એટલે કે અંડકોષ છૂટૂં પડે તેની પ્રક્રિયા સમજી લૈયે. સ્ત્રીઓ આજના માસિક સ્રાવ અથવા સમયગાળાનો અનુભવ કરે છે. ગર્ભાશયમાં રક્તસ્રાવ થાય છે અને યોનિમાર્ગમાંથી માસિક માસિક પ્રવાહ તરીકે ઓળખાય છે તેમાંથી બહાર નીકળે છે. નિયમિત માસિક સ્રાવ અથવા સમય સામાન્ય રીતે માસિક રક્તસ્રાવના પ્રથમ દિવસથી શરૂ થતા બે થી આઠ દિવસ સુધી ચાલે છે જ્યાં સુધી તે અટકી ન જાય. રક્તસ્રાવ ધીમે ધીમે શરૂ થાય છે અને પછી ધીમે ધીમે વધે છે અને પછી થોડા દિવસ પછી ઘટે છે. તેણીના ગાળા દરમિયાન, સ્ત્રીને દુખાવો, માથાનો દુખાવો, ખેંચાણ અને ભાવનાત્મક વિક્ષેપ લાગે છે. સ્ત્રીઓ સામાન્ય રીતે અસામાન્ય રીતે થાકેલા, અસ્વસ્થતા અનુભવે છે, અને મૂડ સ્વિંગનો અનુભવ કરે છે.
માસિક ચક્ર ૨૮ દિવસ લે છે અને ર્દૃેઙ્મટ્ઠંર્ૈહ માસિક ચક્રના ૧૪ મા દિવસે થાય છે.
જ્યારે ઓવ્યુલેશન કુદરતી રીતે થાય છે, ત્યારે તેને પ્રેરિત કરી શકાય છે. સ્ત્રીઓ જેને ઓલીગમેનોરિઆ છે, એવી સ્થિતિ જેમાં માસિક સ્રાવ ઘણી વાર થાય છે, તેને પ્રેરિત ઓવ્યુલેશન સાથે સારવાર કરી શકાય છે. સારાંશઃ ઓવ્યુલેશન એવી પ્રક્રિયા છે જેમાં અંડકોશમાં ઓવા અથવા ઇંડા ઉત્પન્ન થાય છે, જ્યારે સમયગાળો અથવા માસિક અવયવ પ્રક્રિયા છે જેમાં અનિશ્ચિત ઇંડા અને ગર્ભાશયની અસ્તર શરીરમાંથી છોડવામાં આવે છે. ર્ંદૃેઙ્મટ્ઠંર્ૈહ અંડાશયમાંથી થાય છે, અને તે ગર્ભાશયમાં છે જ્યાં ફળદ્રુપ ઇંડા વિકસે છે જ્યારે અવધિ ગર્ભાશયમાંથી થાય છે અને યોનિમાર્ગમાંથી બહાર નીકળે છે. બન્ને એક મહિલાના ૨૮ દિવસના માસિક ચક્રનો ભાગ છે, જે ૧૪ મી દિવસે ઓવ્યુલેશન થઈ રહ્યો છે અને થોડા દિવસ પછી જ્યારે ઇંડા ફલિત ન થાય ત્યારે આવું થાય છે. ઓવ્યુલેશન ત્યારે થાય છે જ્યારે ઇંડા અથવા ઓવાને અંડાશયમાંથી છોડવામાં આવે છે. જાે તે શુક્રાણુ દ્વારા ફળદ્રુપ છે, તો તે એક ગર્ભ રચશે જે ગર્ભમાં વિકાસ કરશે અને છેવટે એક બાળકને જન્મ આપશે જ્યારે મહિલાનો સમય આવશે જ્યારે ઓવા અથવા ઇંડા ફલિત થતા નથી કારણ કે તેને રક્તના રૂપમાં શરીરમાંથી છોડવામાં આવે છે. માસિક સ્રાવ અથવા સમય સામાન્ય રીતે બે થી આઠ દિવસ સુધી રહે છે જ્યારે ર્દૃેઙ્મટ્ઠંર્ૈહ પાંચ થી છ દિવસ સુધી ચાલે છે.
લક્ષણઃ પીરિયડ્સ સમયે કેમ દુખે છે પેટમાં
પીરિયડ્સ દરમિયાન કમર અને પેટની નીચેના ભાગમાં સહન ન થાય તેવો દુખાવો થવાના કારણે શારીરિક કમજાેરી થઇ શકે છે. લોહીની ઉણપનથી માસિક રોકાઇને આવવું કે રેગ્યુલર ન આવવાથી પણ દુખાવો થાય છે. તેમજ ખાણી પીણી યોગ્ય ન હોવી અને ઠંડુ પાણી પીવાથી પણ દુખાવો થઇ શકે છે. એક મહિનો બરાબર રક્ત સ્ત્રાવ થવાથી વિટામિન અને આર્યનની ઉણપ થાય છે. જેથી આહાર દ્વારા તેની પૂર્તિ કરવું જરૂરી છે. નહીતર આગામી મહિને પીરિયડ્સ દરમિયાન વધારે મુશ્કેલી થઇ શકે છે. પીરિયડ્સ દરમિયાન આ લક્ષણ સામાન્ય પીરિયડ્સ દરમિયાન હોર્મોન્સ તેજીથી બદલાય જાય છે. તે દરમિયાન મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના બદલાવ આવે છે. જેને લઇને મહિલાઓનો સ્વભાવ સુસ્ત થઇ જાય છે. તેમજ તણાવ અને ગુસ્સો પણ આવે છે. તે સિવાય વધારે ઉંઘ આવવી. ખાવા પીવાનું મન ન થાય. આ સામાન્ય લક્ષણ છે.
પીરિયડ્સ દરમિયાન ઘરેલુ ઉપચાર
પૌષ્ટિક ગુણોથી ભરપૂર આહાર લેવાથી શારીરિક તકલીફ દૂર રહે છે. જેનાથી તમે પીરિયડ્સ દરમિયાન પણ એનર્જી ભરપૂર તેમજ સ્વસ્થ રહે છે. જેથી ફળ, દૂધ ઉત્પાદ અને લીલી શાકભાજીનું સેવન કરો. જેમા વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ વધારે પ્રમાણમાં હોય છે. ડાયેટમાં વિટામીન બી,ઇ,સી અને ફોલેટ જેવી ઘણી સપ્લીમેંટ્સ લેવી પણ ફાયદાકારક રહેશે. મહિનાના એ દિવસોમાં પેટનો નીચલો ભાગ ખૂબ દુઃખે છે. પીરિયડ્સના દિવસોમાં પેટનો આકાર પણ બદલાય જાય છે અને તે થોડો ફૂલી જાય છે. ખૂબ તીવ્ર દુખાવો થાય છે અને પાંચ દિવસ સુધી સતત રક્તસ્ત્રાવ થવાને કારણે યોનિમાં ખૂબ ભીનાશ પણ લાગે છે.
પેટમાં દુખાવો થવા પર ગરમ પાણીની બોટલ કે થેલી પેટના નીચેના ભાગ પર કે દુખાવો થતો હોય ત્યાં રાખો. તેનાથી રોકાયેલ રક્ત બહાર નીકળી જાય છે અને દુખાવામાંથી તરત રાહત મળે છે. કમર અને બોડીમાં થતા દુખાવામાં રાહત મેળવવા માટે ઓલિવ અને નારિયેલના નવશેકુ ગરમ કરી મસાજ કરવાથી રાહત મળે છે.
ઉપચારઃ પીરિયડસ દરમિયાન થનારા દુખાવાને દૂર કરવા માટે અનેક ઉપાયો છે. આ સાબિત થઈ ચુક્યુ છે કે પીરિયડ્સમાં થનારો દુખાવો એંટી ઈંફ્લામેંટૅરી કમ્પાઉંડ અને પ્રોઈફ્લામેંટ્રી કમ્પાઉંડની વચ્ચે અંતુલન હોવાને કારણે થાય છે. આવામા જાે આ દરમિયાન રજપ્રવર્તિનીવટી ૧-૧ ગોળી તૃણ વખત પાણી સાથે સેવન કરવામાં આવે તો ખૂબ આરામ મળે છે. ૯૦ ટકા સમસ્યાનુ સમાધાન આ સામગ્રીઓના સેવન માત્રથી જ થઈ જાય છે. જાે કોઈ પણ સ્ત્રીને ખૂબ દુખાવો થાય છે તો તેમણે વેદનાનતક કુમારીઆસવ ૨-૨ ગોળીનું સેવન કરી લેવુ જાેઈએ. આ ખૂબ પ્રભાવી હોય છે અને તેનાથી પેટમાં થનારી પીડાથી આરામ મળે છે.
સ્ત્રીઓને અશોકારિષ્ટનો મુખ્ય પ્રભાવ ગર્ભાશયની ઉપર થાય છે. ગર્ભાશયના દોષો દૂર કરી તે ગર્ભાશયને બળ આપે છે. તેના ઉપયોગથી ગર્ભાશયની શિથિલતા દૂર થાય છે. એટલે જ વૈદ્યો અશોકારિષ્ટનો ઉપયોગ આર્તવ સંબંધિત વિભિન્ન સ્ત્રી રોગોમાં કરાવે છે. જે સ્ત્રીઓને માસિક વખતે રક્તસ્રાવ થતો હોય અને તે સાથે કબજિયાત રહેતી હોય તેને વિભિન્ન કારણોથી સફેદ પાણી પડતું હોય ત્યારે તેના મૂળભૂત કારમોને દૂર કરતાં ઔષધો સાથે અશોકારિષ્ટનું સેવન ઉત્તમ પરિણામ આપે છે. આ અશોકારિષ્ટ વિભિન્ન રોગોમાં મધ્યમ કદના અડધાથી એક કપ જેટલો એમાં એટલું જ પાણી ઉમેરી સવારે, બપોરે અને રાત્રેઔ પીવો.
બહુફળી, શતાવરી, ગળોસત્વ, વડની છાલ, અશોક છાલ બધુ ૨૫-૨૫ ગ્રામ, એલચી ૧૫ ગ્રામ, સાકર ૫૦ ગ્રામ લઇ ખાંડી ચૂર્ણ બનાવી ૧-૧ ચમચી દૂધ સાથે છ મહિના લેવું. કમળનું કેશર, રસવંતી, ગોખરું, ચણકબાબ, સાકર સરખેભાગે લઇ ચૂર્ણબનાવી ૧-૧ ચમચી છર મહેના દૂધ સાથે લઇ સવાર સાંજ ઉપર એક એક પાકુ કેળુ ખાવુ. લોધ્ર, લીમડાની ગળો, સફેદ મુસળી, ત્રિફળા બધુ સરખા ભાગે ૧-૧ ચમચી સવાર સાંજ પાણી સાથે લઇ ઉપર ચોખાનું ધોણ એક કપ છ મહિના લેવું. લોધ્ર, નાગકેસર, બાવળની ચાલ, લજામણી, દારૂહળદર સરખે ભાગે લઇ ચૂર્ણ બનાવી સવાર સાંજ ૧-૧ ચમચી પાણી સાથે ઉપર આમળાનું ચાટણ ચાટી ઉપર દૂધ પીવું. આમળા, ગોદંતી ભસ્મ, ગુંદ, જીરું, સાકર સરખે ભાગે લઇ ચૂર્ણ બનાવી ૧-૧ ચમચી ગુલકંદ ચારેક મહિના લેવું. પુષ્પનું ચૂર્ણ, ચંદ્રકલા, સ્ફટિક, ગૈરિક, લોધ્રનું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરવું. ગુલાબના શરબત સાથે ચાર માસ લેવું.
એક વિશ્વસનીય ટીકડીઃ પેટ સાફ હોવુ જરૂરી છે. હિમેજમાંથી બનેલ હરડે ચૂર્ણ ૧ ચમચી રોજ રાતે બધા પ્રયોગમાં સાથે રાખો.આ ઉપાયો ખૂબ જ સરળ અને અસંખ્ય કેસો ઉપર અનુભવેલા છે. ઉપરોક્ત પ્રયોગ કરવા અનુકુળ ન હોયતો નીચે જણાવેલ ગર્ભાશયને શક્તિ આપનાર વિશ્વસનીય ટીકડી પણ ખૂબ લાભદાયક છે. પ્રત્યેક ટીકડીના ઘટકો અશોક્ઘન ૬૦ મિ.ગ્રા.,શતાવરી ઘન ૬૦ મિ.ગ્રા., શુધ્ધ ગુગળ ૩૦ મિ.ગ્રા., લોધ્રઘન ૧૦ મિ.ગ્રા., હિરાબોળ ૬૦ મિ.ગ્રા. અને લોહભસ્મ ૩૦ મિ.ગ્રા. અશોકઘન, લોધ્રઘન અને શતાવરી ઘન આ ત્રણેય ઔષધિઓ ગર્ભાશયના વિકારોમાં અલગ અલગ રીતે લાભદાયી છે.છતાં પણ અનુભવના આધારે આ ત્રણે દ્રવ્યોનું સપ્રમાણમાં સંયોજન કરવામાં આવ્યું છે. જેથી થોડા સમયમાં વધુ લાભ પહોંચાડી શકાય છે.આ ઉપરાંત તેમાં હિરાબોળ ગુગળ તથા લોધ્રનું મિશ્રણ જેવી ઔષધિઓનો માસિક નિયમિત બનાવવામાં વિશિષ્ટ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.
અશોકઘનઃ ગર્ભાશયના સ્વાભાવિક સંકોચમાં શક્તિશાળી અને પ્રભાવી ઔષધ છે.પ્રસૂતિ પછીના રક્તસ્ત્રાવને રોકવામાંતેનો ઉપયોગ કરવામાં આવે છે.ર્પ્દર જેવા વ્યાધિમાં અશોક અને લોધ્રનો ઉપયોગ ખૂબ જ ફળપ્રદ જણાયો છે.
લોધ્રધનઃ અત્યાર્તવને રોકવા માટે આ એક પ્રભાવિત ઔષધ છે. તેનો ઉપયોગ સંકોચન અને રક્તસ્તંભક તરીકે કરવામાં આવ્યો છે. શતાવરીઘનઃ પ્રસૂતી પછીના વિકારોમાં ઔષધનો પ્રયોગ વિશેષ રીતે લાભકારી જણાયો છે. માતાને પૂરતુ ધાવણ વધારવાનું કાર્ય શતાવરીના સેવનથી થાય છે. શુધ્ધ ગુગળઃ એક પ્રકારનું જંતુદન અને શિધદન ઔષધ છે. ગર્ભાશયના વિકારોમાં તેનું શોધન કરી સોજા અને દોષને મટાડી ગર્ભાશય સબળ બનાવે છે. હીરબોળઃ અનિયમિત માસિક સ્ત્રાવને નિયમિત બનાવે છે. કષ્ટાર્તવ પીડા સાથેઆર્તવ દેખાય ત્યારે તેની પીડાનું શમન તથા સંકોચન આ દ્રવ્યના સેવનથી થાય છે. શરીર ધોવાવાના સમયે થતો કોઇપણ પ્રકારનો દુખાવો મટાડવા માટે આ એક અક્સીર ઔષધ છે.
લોહભસ્મઃ આયુર્વેદીક વિધિથી તૈયાર થયેલી લોહભસ્મ રક્ત બનાવવાની ક્રિયાને ઉત્તેજીત કરે છે. આ ઔષધમાં તેનો સંયોગ પાંડુ ટ્ઠહીટ્ઠદ્બૈટ્ઠ મટાડવા માટે કરવામાં આવ્યો છે.જે ગર્ભાશયની વિકૃતિવાળી પીડાઓમાં વધુ રક્તસ્ત્રાવને કારણે કેટલી વખત વધુ લોહી જાય છે ત્યારે લોહીનું પ્રમાણ મિશ્રણ રક્તવર્ધક તરીકે આ યોગમાંખૂબ જ લાભદાયી બન્યું છે. શરીર ધોવાવાના રોગમાં ખૂબ જ નબળાઇ આવે છે. ત્યારે આ ઔષધ ધાર્યું પરિણામ આપે છે. શ્વેતપ્રદર, રક્તપ્રદર, અનિયમિત આર્તવ, અત્યાર્તવ લોહીના ગર્ભાશયના સોજા જેવા ગર્ભાશયના વિકારોને તે મટાડે છે. કમરનો દુખાવો તથા શારીરીક નબળાઇમાં આ ટીકડીનું સેવન લાભદાયી છે. ઘણા પુરુષોને પણ શરીર ધોવાતું હોય છે. તેઓને વૈદકીય સલાહ તાત્કાલીક લેવી જાેઇએ.