સિંધુ બોર્ડર ઉપર સ્થાનિક નાગરીકો અને ખેડૂતો વચ્ચે જૂથ અથડામણ
નવી દિલ્હી, છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીની સરહદો ઉપર દેખાવો કરી રહેલાં ખેડૂતોનાં કારણે સ્થાનિક નાગરીકો ભારે મુશ્કેલીમાં મુકાયાં છે અને ૨૬મી જાન્યુઆરીએ ત્રિરંગાના અપમાનથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેનો પડદો શુક્રવારે બપોરે પડ્યો હતો. સ્થાનિક નાગરીકો મોટી સંખ્યામાં સિંધુ બોર્ડર ઉપર પહોંચી ગયા હતા અને ખેેડૂતોને ત્યાંથી હટી જવા માટે હોબાળો કરતાં મામલો બિચક્યો હતો. સામસામે પથ્થરમારો થતાં સંખ્યાબંધ લોકો ઈજા પામ્યાં છે. હજુપણ પરિસ્થિતિ ભારે તંગ જાેવા મળી રહી છે.
ખેડૂત આંદોલન વચ્ચે સિંધુ બોર્ડર પર હોબાળો થઈ ગયો છે. બપોરે લગભગ ૧ વાગ્યે નરેલા તરફથી આવેલા લોકો ધરણાસ્થળ પર પહોંચ્યા અને નારાબાજી કરી રહેલા ખેડૂતો પાસે બોર્ડર ખાલી કરાવવાની માંગ કરવા માંડ્યા. તેમનું કહેવું હતું કે, ખેડૂત આંદોલના કારણે લોકોના વેપાર ઠપ થઈ રહ્યાં છે. લગભગ ૧.૪૫ વાગ્યે આ લોકો ખેડૂતોના ટેન્ટ સુધી પહોંચી ગયા અને તેમના જરૂરિયાતનો સામાન તોડી નાંખ્યો. ત્યારપછી ખેડૂતો અને લોકો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. બન્ને બાજુથી પથ્થરમારો પણ થયો.
પોલીસે બચાવનો પ્રયાસ કર્યો, પણ સ્થિતિ બગડતા જાેઈ લાઠીચાર્જ કરી દીધો અને ટીયર ગેલના સેલ પણ છોડ્યા. આ અથડામણમાં ઘણા લોકો ઘાયલ થયા છે. અમુક પોલીસકર્મીઓને પણ ગંભીર ઈજા થઈ છે. એક જીૐર્ં પર તલવારથી પણ હુમલો કરવામાં આવ્યો છે.