મોડાસા સહકારી જીનની વાર્ષિક સાધારણ સભામાં પૂર્વ ચેરમેનોનું સન્માન કરાયું
મોડાસા: મોડાસા સહકારી જીન મીલ લી ની ૬૪વાર્ષિક સાધારણ સભા ચેરમેન શ્રી પંકભાઈ એન પટેલ ના પ્રમૂખ સ્થાને મળી હતી.. જેમાં જીનના સ્થાપક અને. જીનના સ્થાપના વખતના ચેરમેન શ્રીઓનું. સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું
જે ભૂતપૂર્વ ચેરમેનોનું જિનના ચેરમેન પંકજભાઈ પટેલ તેમજ વાઇસ ચેરમેન વિનુભાઈ પટેલ,માનદ મેનેજીંગ ડિરેક્ટર જગદીશભાઈ પટેલઅને જિનના ડિરેક્ટર્સ દ્વારા શાલ, ફુલહાર તથા સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ સભામાં જિનના જે પૂર્વ ચેરમેનોનું સન્માન કરવામાં આવ્યું તેમાં અરજણભાઈ બી.પટેલ,મોહનભાઇ ડી. પટેલ અને રમણભાઈ પટેલનો સામાવેશ થાય છે.સભાનું સંચાલન મેનેજર રમેશભાઈ પટેલે કર્યું હતું.