દાયકાનું પ્રથમ બજેટ, સપના પૂરા કરવાની રાષ્ટ્રને તકઃ મોદી
નવી દિલ્હી, આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થઈ. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ પરિસરમાં મીડિયાને સંબોધિત કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ દાયકાનું પહેલું સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે. ભારતના ઉજવળ ભવિષ્ય માટે આ દાયકો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આથી પ્રારંભથી જ આઝાદીના દીવાનાઓએ જે સપનાં જાેયાં હતાં તે સપનાઓને પૂરા કરવા માટે રાષ્ટ્ર સામે એક સોનેરી તક છે.
પીએમ મોદીએ કહ્યું કે, આવું ભારતના ઇતિહાસમાં પહેલી વાર બન્યુ કે ૨૦૨૦માં એક નહીં, પરંતુ નાણામંત્રીને જુદા-જુદા પેકેજ સ્વરૂપે એક પ્રકારના ચાર-પાંચ મિની બજેટ આપવા પડ્યાં. એટલે કે, ૨૦૨૦માં એક પ્રકારે મિની બજેટનો સિલસિલો ચાલુ રહ્યો. આથી આ બજેટ પણ તે ચાર બજેટોની શ્રૃંખલામાં જાેવામાં આવશે. મને પૂરો વિશ્વાસ છે.
વડાપ્રધાને કહ્યું કે, આ સત્રનો ભરપૂર ઉપયોગ થાય અને સત્રમાં સમગ્ર દાયકાને ધ્યાનમાં રાખીને ચર્ચા થાય. ઉત્તમ મંથનથી ઉત્તમ અમૃત પ્રાપ્ત થાય, તે દેશની અપેક્ષાઓ છે.
બીજી બાજુ, કોંગ્રેસ સહિત ૧૯ વિપક્ષી પાર્ટીએ કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલાં ખેડૂતો પ્રતિ એકજૂથ થઇને રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કરવાનો ર્નિણય કર્યો હતો. જ્યારે રાષ્ટ્રપતિના સંબોધન પહેલાં સરકારે વિપક્ષને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. સરકારે વિપક્ષી પાર્ટીઓને કહ્યું હતું કે, તેઓ સંબોધનનું બહિષ્કાર ન કરે, તમામ મુદ્દાઓ પર સર્વદળીય બેઠકમાં ચર્ચા કરાશે. ઉલ્લેખનીય છે કે, ૧ ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ પહેલાં નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧નો ઇકોનોમિક સર્વે આજે સંસદમાં રજૂ કરાશે. સાથે જ બજેટ સત્ર બે ભાગમાં યોજાશે. પ્રથમ સત્ર ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજું સત્ર ૮ માર્ચથી ૮ એપ્રિલ સુધી ચાલશે.SSS