જમ્મુ કાશ્મીરમાં સરકારી કામગીરી શરૂ થશે, 19 ઓગસ્ટથી શાળાઓ ખુલી જશે
જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે સચિવાલય અને અન્ય સરકારી કચેરીઓને કામગીરી શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, પ્રતિબંધોમાં રાહતની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. આ અગાઉ ગુરુવારે રાજ ભવનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાજ્યપાલ સત્યપાલ મલિકે ગુરુવારે સાંજે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સરકારી સચિવાલય અને અન્ય કચેરીઓમાં સામાન્ય કામગીરીને પુન: સ્થાપિત કરવા નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે સરકાર જુમ્માની નમાઝ દરમિયાન પરિસ્થિતિ પર નજર રાખશે અને તેના આધારે સામાન્ય લોકો માટે રાહતનો વિચાર કરવામાં આવશે.
આ વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન કોઈ અઘટિત ઘટના બની નથી. 30૦ દિવસના ટૂંકા ગાળામાં પણ 3.30 લાખથી વધુ યાત્રાળુઓ પવિત્ર અમરનાથની મુલાકાત લીધી હતી.