કોવિડ વેકસીન બ્રિટન તથા દક્ષિણ આફ્રિકાના સ્ટ્રેન સામે લડવામાં સક્ષમ છે: ફાઇઝર
લંડન, કોવિડ-૧૯ વેક્સિન વિકસિત કરનારી કંપની ફાઇઝર-બાયોએનટેકે દાવો કર્યો છે કે તેની વેક્સિન બ્રિટન તથા દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો સામનો કરવામાં સક્ષમ છે. ફાઇઝરે જાહેર નિવેદનમાં કહ્યું, આ નિષ્કર્ષોથી તે સંકેત મળતો નથી કે વાયરસ માટે નવા વેરિયન્ટ માટે નવી વેક્સિનની જરૂર છે. આ અભ્યાસનું પરિણામ બાયોઆરવિક્સમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
આ સત્પાહની શરૂઆતમાં મોડર્નાએ કહ્યું હતું કે કોવિડ-૧૯ વેક્સિનના બે ડોઝથી તે વાતની આશા છે કે નવા સ્ટ્રેનથી બચાવ થઈ શકે છે. સાથે મોડર્નાએ કહ્યું હતું કે, દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેનના બચાવ માટે કોવિડ-૧૯ બૂસ્ટર શોટ પર કામ કરી રહી છે.
કોરોના વેક્સિન ફાઇઝરને સૌથી પહેલા બ્રિટનમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ અમેરિકાએ આ વેક્સિનને મંજૂરી આપી હતી. હવે યુરોપીય યુનિયન, ઇઝરાયલ, સાઉદી સહિત વિશ્વના ઘમા દેશોએ વેક્સિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. એક અભ્યાસમાં તે પણ સામે આવ્યું છે કે ભારત બાયોટેક દ્વારા વિકસિત કોવિડ વેક્સિન કોવેક્સીન પણ બ્રિટનના સ્ટ્રેન વિરુદ્દ ઉપયોગી છે.HS