દુનિયામાં ભારતની વાહવાહીથી ચીનને પોતાની વેકસીન ડિપ્લોમેસી બદલવી પડી
નવીદિલ્હી, સંકટના સમયે જે રીતે ભારતે પડોસી સહિત અનેક દેશોને મફત વેકસીન આપી મદદ કરી છે તેનાથી પુરી દુનિયામાં ભારતનો જય જયકાર થઇ રહ્યો છે. દુનિયાભરમાં ભારતની થઇ રહેલી વાહવાહીેએ ચીનને પણ પોતાની વેકસીન ડિપ્લોમેસીમાં પરિવર્તન કરવા મજબુર કર્યું છે.ભારતની વેકસીન ડિપ્લોમેસીને જાેઇ ચીને પાકિસ્તાન ઉપરાંત કેટલાક અન્ય દેશોને મફત વેકસીન આપવાનું મન બનાવી લીધુ છે. પાકિસ્તાને પાંચ લાખ કોરોના વેકસીન આપવાનું વચન આપનાર ચીને શ્રીલંકાને ત્રણ લાખ કોરોના રસી મફત આપવાનું વચન આપ્યું છે.
આ સાથે જ ભારત ચીનની વચ્ચે રસી કુટનીતિની રેસ તેજ થતી જાેવા મળી રહી છે ભારતે પહેલા જ પોતાના પડોસી દેશોને મફતમાં રસી ઉપલબ્ધ કરાવી છે ભારતે દુનિયાભરના દેશોને રસી મોકલી છે તેને જવાબમાં હવે ચીને પણ મફતમાં રસી આપવાનું શરૂ કર્યું છે કહેવાય છે કે શ્રીલંકાની વિનંતી પર ચીને ત્રણ લાખ રસી મોકલવાનો નિર્ણય કર્યો છે ચીની કંપની સિનોફર્મા નિર્મિત કોરોના રસીનો પહેલો જથ્થો શ્રીલંકાને ફેબ્રુઆરી મધ્ય સુધી મળી જશે જાે કે એ સ્પષ્ટ થયું નથી કે શ્રીલંકાએ ખુદ ચીનને વેકસીન લઇ જવાનું કહ્યું છે કે ચીને પહોંચાડી છે. આ વાતનો ઉલ્લેખ કરવો એટલા માટે જરૂરી હતો કારણ કે ચીને પાકિસ્તાનને જયારે રસી આપવાની જાહેરાત કરી હી ત્યારે તેણે પાકિસ્તાનને સ્પષ્ટ જણાવ્યું હતું કે પોતાનું વિમાન લાવો અને રસી લઇ જાવ.
ભારતે એક તરફ જયાં નેપાળ જેવા દેશને ૧૦ લાખ વેકસીન આપી છે ત્યાં ચીને લગભગ ૨૧ કરોડની વસ્તીવાળા પાકિસ્તાનને ૫ લાખ વેકસીન આપવાની પેશકશ કરી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે વડાપ્રધાનની કોવિડથી લડાઇ આંતરરાષ્ટ્રીય સ્તર પર સહયોગની પ્રતિબધ્ધતા અનુસાર ભારત વિવિધ દેશોને વેકસીન આપી હ્યું છે આપણે આપણા પડોસમાં સૌથી પહેલી વેકસીન ઉપલબ્દ કરાવવાની જવાબદારી નિભાવી છે અને આ ઉપરાંત અન્ય દેશોને પણ પુરવઠો આપ્યો છે.HS