ગાઝીયાબાદ કોર્ટના જજે ફાંસી લગાવી આત્મહત્યા કરી
ગાઝિયાબાદ, દિલ્હીથી જાેડાયેલ ઉત્તરપ્રદેશના ગાજીયાબાદમાં આજે એક મેજિસ્ટ્રેટ દ્વારા આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. આત્મહત્યાની માહિતી મળતા જ મેજિસ્ટ્રેટને યશોદા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં જયાંથી તેમના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. ઘટનાની માહિતી મળવવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર ગાજિયાબાદના અપર જીલ્લા અને સત્ર ન્યાયાધીશ કોર્ટ સંખ્યા ૯માં તહેનાત મેજિસ્ટ્રેટ યોગેશકુમારે જજ કોલોનીના પોતાના સરકારી નિવાસ પર આજે સવારે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી ૪૬ વર્ષીય યોગેશ કુમાર શર્મા ફલેટ સંખ્યા ૩૦૩ ટાવર ૨ જજેસ રેજિડેંસ મોડલ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના સિહાનીગેટમાં રહેતા હતાં.
તે મૂળ રીતે મેરઠના રહેવાસી હતી અને પાંચ મહીના પહેલા ગાઝિયાબાદ એડીજેના પદ પર પહેલી પોસ્ટીંગ થઇ હતી તેમના પરિવારમાં પત્ની સુચિતા શર્મા અને પુત્ર મનુ શર્મા ૧૫ વર્ષ અને પુત્રી નંદિની ૧૨ વર્ષ છે આત્મહત્યાના કારણોની હાલ માહિતી મળી શકી નથી પોલીસ કારણોની તપાસ કરી રહી છે.SSS