પ્રેગ્નેન્સીના છેલ્લા મહિને સેટ ઉપર જાેવા મળી કરીના
મુંબઈ: કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન ફેબ્રુઆરીમાં બીજીવાર પેરેન્ટ્સ બની જશે. કરીના કપૂર ખાન પ્રેગ્નેન્સી દરમિયાન પણ કામ કરી કહી છે. પહેલી પ્રેગ્નેન્સી હોય કે બીજી બેબો સેટ પર જાેવા મળી રહી છે. હાલમાં જ કરીના કપૂરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્કર્ટ પહેરીને ગોળ ફરતી જાેવા મળે છે. કરીનાના કોઈ પ્રોજેક્ટના શૂટિંગનો મ્જી (બિહાન્ડ ધ સીન) વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
ટેન્જરિન રંગના ટર્ટલ નેક ટોપ અને બેજ સ્કર્ટમાં મોમ-ટુ-બી કરીના સેટ પર ખૂબ ખુશ દેખાઈ રહી છે. કરીનાના ચહેરા પરની ખુશી બધું કહી જાય છે. આ વિડીયોમાં કરીનાનો બેબી બંપ પણ જાેવા મળી રહ્યો છે. કરીના કપૂરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વિડીયો શેર કર્યો હતો.
સોશિયલ મીડિયા એક્ટિવ રહેતી કરીનાએ આજે પોતાની બહેનપણી રિના પિલ્લાઈ ગુપ્તાને જન્મદિવસ પર શુભેચ્છા આપતી પોસ્ટ પણ મૂકી હતી. કરીનાએ જૂની તસવીર શેર કરી છે, જેમાં તૈમૂર અને રિનાનો દીકરો જાેઈ શકાય છે. બંને બાળકો બતક નિહાળી રહ્યા છે જ્યારે તેમની મમ્મીઓ કેમેરા સામે જાેઈને પોઝ આપે છે. કરીનાએ તસવીર શેર કરતાં લખ્યું, “અમુક મિત્રતાને કોઈ ટેગ કે નામની જરૂર નથી. કેટલીક મિત્રતા એવી હોય છે
જે કપરા સમયમાં પણ ટકી રહે છે અને કાયમી હોય છે. અમારા ટીનેજના પાગલપણથી લઈને અમારા દીકરાઓની મસ્તી સુધી…આ કાયમી છે. લવ યુ રિન્ઝ. હેપી બર્થ ડે.”જણાવી દઈએ કે, કરીના કપૂરને હાલ પ્રેગ્નેન્સીનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલા સૈફ અલી ખાને ફિલ્મફેરને આપેલા ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે ફેબ્રુઆરીની શરૂઆતમાં તેમના બીજા સંતાનનો જન્મ થવાનો છે.
સૈફે જણાવ્યું હતું કે, છેલ્લા થોડા મહિનાથી અમે એકદમ શાંત થઈ ગયા છીએ. એવું લાગે છે કે હજી આ વાત પચાવી નથી શક્યા. અમે થોડા ભયભીત છીએ પરંતુ અમારા ઘરમાં બાળકો અહી-તહીં દોડતા હશે એ વાતનો ઉત્સાહ સહેજ પણ ઓછો નથી થયો.