સિદ્ધાર્થ નિગમને પગાર બાબતે સલમાન ખાને કરી હતી મદદ
મુંબઈ: અલાદીનઃ નામ તો સુના હોગામાં અલાદીન તરીકે સિદ્ધાર્થ નિગમને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. સિદ્ધાર્થે બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે પસાર કરેલા સમય વિશે તેમજ તેના તરફથી મળેલા માર્ગદર્શન વિશે વાત કરી હતી. સિદ્ધાર્થ જ્યારે કર્જતમાં અશોકાનું શૂટિંગ કરી રહ્યો હતો,
ત્યારે સલમાન ખાન પણ તેના ફિલ્મના શૂટિંગને લઈને ત્યાં હતો. તેણે ખુલાસો કર્યો કે, સલમાન ખાને તેના પ્રતિ દિનનો પગાર વધારવામાં મદદ કરી હતી. જ્યારે હું કર્જનમાં અશોકા અને સલમાન ખાન સર સુલતાન તેમજ અન્ય ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા
ત્યારે હું તેમની સાથે સારું બોન્ડિંગ શેર કરતો હતો. હું તેમના જિમમાં વર્કઆઉટ કરતો હતો અને તેમની સાથે જમતો હતો. અમે સાથે વર્કઆઉટ પણ કરતા હતા.
હું જ્યારે અશોકામાં કામ કરી રહ્યો હતો ત્યારે સલમાન સરે મને મારી પ્રતિ દિનની સેલેરી વિશે પૂછ્યું હતું. મારો જવાબ સાંભળ્યા બાદ તેમને આંચકો લાગ્યો હતો.
તે સમયે મારો પ્રતિ દિનનો સેલેરી ઓછો હોવાથી, તેમણે કોઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, મને કેટલું ઓછું વેતન આપવામાં આવે છે.
બાદમાં તેમણે આ વિશે વાત કરી હતી અને અશોકામાં એક વર્ષ રહ્યા બાદ મારી સેલેરી વધી ગઈ હતી’, તેમ તેણે કહ્યું.
સલમાન ખાન પાસેથી મળેલી ટિપ્સ વિશે સિદ્ધાર્થે કહ્યું કે, સલમાન ખાન સરે મને સારી સલાહ આપી હતી કે, તું જિમ્નાસ્ટ છે, તારું શરીર ફ્લેક્સિબલ છે. તેમણે મને કહ્યું કે, તું જાેન ટ્રેવોલ્ટા જેવો લાગે છે. તેથી મેં તેમને સર્ચ કર્યા હતા. મેં તેમનો આભાર માન્યો હતો. તેમણે મને કહ્યું કે, તારી એક્ટિંગમાં જિમ્નાસ્ટનો સમાવેશ કર.
જાે હું ડાયલોગ બોલતી વખતે ફ્લિપ ઉમેરીશ તો લોકો મારી નોંધ લેશે. અને તેથી મેં અલાદીનમાં મારા રોલમાં પણ આવી વસ્તુઓ ઉમેરી હતી. હું ર્રૂે્ેહ્વી પર વીડિયો જાેઈને મારી જાતે પાર્કર શીખ્યો. હું ખરાબ ડાન્સર હતો પરંતુ હું ઘણું શીખ્યો. ઝલક દિખલા જા’ કરતી વખતે હું ૧૮ કલાક સુધી રિહર્સલ કરતો હતો.