એક્ટર શ્વેતા તિવારી પિંક કલરની સાડીમાં પ્રિટી લાગી
મુંબઈ: શ્વેતા તિવારી ખરેખર સ્ટાઈલ ડીવા છે. એક્ટ્રેસને ઓન-સ્ક્રીન અને ઓફ-સ્ક્રીન એથનિક વેઅર ગમે છે. અને તેનું લેટેસ્ટ આઉટફિટ હટકે છે. શ્વેતા તિવારીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે એમ્બ્રોઈડરી કરેલા દુપટ્ટા સાથે મિન્ટ ગ્રીન સાડી તેમજ બેલ્ટમાં જાેવા મળી રહી છે. એક્ટ્રેસે આ સાથે પ્રિટિ જ્વેલરી પહેરી છે અને લાઈટ મેક-અપ કર્યો છે.
શ્વેતા તિવારીની આ તસવીરો ફેન્સને પસંદ આવી રહી છે અને તેનું કોમેન્ટ સેક્શન હાર્ટ તેમજ ફાયર ઈમોજીથી ભરાઈ ગયું છે. આ સિવાય ઈન્ડસ્ટ્રીના તેના ફ્રેન્ડ્સ પણ આ લૂક પર ઓવારી ગયા છે.
એક્ટ્રેસ દિલજીત કૌરે લખ્યું છે કે, છુુુુ ખૂબ સુંદર લાગે છે. સારા ખાને લખ્યું છે કે, બ્યૂટિફૂલ આઉટફિટ અને આઉટસ્ટેન્ડિંગ યૂ લૂક. આ સિવાય અસ્મિત પટેલ, વિકાસ કાલાંત્રી, નિધિ ઉત્તમ, રતિ પાંડે, સંગીતા બિજલાની સહિતના સેલેબ્સે એક્ટ્રેસના વખાણ કર્યા છે અને તેને એવરગ્રીન કહી છે.
શ્વેતા તિવારીએ ગઝલ ગુપ્તાની સાડી પહેરી છે જેની કિંમત ૩૭ હજાર રુપિયા છે. શ્વેતા તિવારીનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ જાેશો તો, એથનિક વેઅર પ્રત્યેનો તેનો પ્રેમ તમને સ્પષ્ટ દેખાશે. તે ડ્રેસ અને સાડીની ખૂબ શોખિન છે. તહેવાર કે કોઈ પ્રસંગમાં પણ તે ટ્રેડિશનલ લૂકમાં જાેવા મળે છે.
શ્વેતા તિવારી તેની પર્સનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહી છે. થોડા સમય પહેલા એક્ટ્રેસના બીજા પતિ અભિનવ કોહલીએ તેના પર આરોપ લગાવ્યો હતો કે, તેણે તેના દીકરા રેયાંશને છુપાવી દીધો છે અને તે તેને મળવા દેતી નથી. તેણે તેવો પણ દાવો કર્યો હતો કે, શ્વેતા તેના દીકરાને વશમાં કરવા માગે છે અને પોતાની મરજી ચાલે તેમ ઈચ્છે છે.
શ્વેતા તિવારીએ ૨૦૧૩માં અભિનવ કોહલીની સાથે લગ્ન કર્યા હતા અને ૨૦૧૬માં દીકરા રેયાંશનો જન્મ થયો. આ પહેલા શ્વેતા તિવારીએ ૧૯૯૮માં રાજા ચૌધરીની સાથે લગ્ન કર્યા હતા અને ૨૦૦૭માં તેઓ અલગ થયા. તેમની દીકરીનું નામ પલક છે.