સાગટાળા પોલીસે રૂપિયા 4.44 લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે બોલેરો જીપ ગાડી પકડી પાડી
દે.બારીયા :- ગત મોડી રાત્રે પેટ્રોલીંગમાં નીકળેલા સાગટાળા પોલીસે દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા ગામે તળાવ તરફ જતા રોડ પર શંકાસ્પદ જણાતી પૂરપાટ દોડતી જતી સિલ્વર કલરની બોલેરો જીપ ગાડીનો પીછો કરતા બોલેરો જીપ ગાડીના ચાલકને પોલીસ પીછો કરતી હોવાની ખબર પડી હતી.
ગાડીનો ચાલક બોલેરો જીપ સ્થળ પર મૂકી નાસી જતા જે ગાડી પોલીસે ઝડપી પાડી તલાશી લઈ ગાડીમાંથી રૂપિયા 4.44 લાખ ઉપરાંતની કિંમતની વિદેશી દારૂ તથા બિયર કુલ પેટી નંગ 93 ઝડપી પાડી રૂપિયા ત્રણ લાખની કિંમતની બોલેરો ગાડી મળી રૂ. 7,44,300/- નો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગત મોડી રાત્રે સાગટાળા પોલીસ સાગટાળા ગામમાં પેટ્રોલિંગમાં નીકળી હતી. તે દરમિયાન સાગટાળા પોલીસની સરકારી ગાડી જોઈ સાગટાળા ગામના તળાવ તરફના રોડ પર પુરપાટ ભાગી રહેલી શંકાસ્પદ જણાઈ હતી.
જીજે.12.જે.7506 નંબરની સિલ્વર કલરની બોલેરો જીપ ગાડી સાગટાળા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા બોલેરો જીપના ચાલકને પોલીસ પીછો કરતી હોવાની ખબર પડી જતા બોલેરો ગાડીનો ચાલક ગાડી ઉભી રાખી
ગાડીમાંથી ઉતરી ગાડી ત્યાં જ મૂકી અંધારામાં નાસી ગયો હતો. જે ગાડી પોલીસે બિનવારસી હાલતમાં પકડી પાડી તલાશી લઈ ગાડીમાંથી રૂ. 3,33,900/- નિકુલ કિંમતના ઇંગ્લિશ દારૂના પ્લાસ્ટિકની 750 મિ.લિની બોટલ નંગ 636 ભરેલ પેટીઓ નંગ 53 તથા રૂપિયા એક લાખ દસ હજાર ચારસો નિકુલ કિંમતના બિયર ટીન નંગ 960 ભરેલ પેટીઓ નંગ 40 મળી રૂપિયા 4,44,300 નિકુલ કિંમતની વિદેશી દારૂ બિયરનો જથ્થો પકડી પાડ્યો હતો.
સદર દારૂ બિયરની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ત્રણ લાખની કિંમતની બોલેરો જીપ મળી રૂપિયા 7,44,300 નો મુદ્દામાલ કબજે લઇ સાગટાલા પોલીસે બોલેરો જીપ મૂકી નાસી ગયેલા ચાલક વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.