સિગ્નિટી ટેકનોલોજીસની કોન્સોલિડેટેડ આવક રૂ. 223.90 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 26.35 કરોડ
સ્વતંત્ર ધોરણે આવક રૂ. 78.69 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 12.77 કરોડ
· ચાલુ વર્ષનો ચોખ્ખો નફો સંપૂર્ણ કરવેરા પછીનો છે. 2020-21ના બીજા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો અમેરિકન પેટાકંપની સિગ્નિટી ટેકનોલોજીસ ઇન્ક.ના અગાઉના વર્ષોના ટેક્સ એસેસમેન્ટને કારણે રૂ. 8.95 કરોડના વન ટાઇમ એડજસ્ટમેન્ટ પછીનો છે.
· આવક રૂ. 638.93 કરોડની સરખામણીમાં રૂ. 663.50 કરોડ (3.8 ટકાનો વધારો)
· ચોખ્ખો નફો રૂ. 92.34 કરોડની સરખામણીમાં રૂ. 80.68 કરોડ
· 2020-21ના નવ મહિનાનો ચોખ્ખો નફો અમેરિકન પેટાકંપની સિગ્નિટી ટેકનોલોજીસના અગાઉના વર્ષોના ટેક્સ એસેસમેન્ટને કારણે રૂ. 8.95 કરોડના વન ટાઇમ એડજસ્ટમેન્ટ પછીનો છે. અગાઉના વર્ષોનો ચોખ્ખો નફો રૂ. 110.78 કરોડ હતો.
મુંબઇ, ઇન્ડીપેન્ડન્ટ ક્વોલિટી એન્જિનિયરીંગ અને સોફ્ટવેર ટેસ્ટિંગ સર્વિસિસમાં વૈશ્વિક અગ્રણી સિગ્નિટી ટેકનોલોજીસ લિમિટેડે 31 ડિસેમ્બર 2020ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર માટેનાં સંયુક્ત પરિણામો જાહેર કર્યા હતા.
કંપનીનો ચોખ્ખો નફો બીજા ક્વાર્ટરના રૂ. 25.22 કરોડની સરખામણીમાં રૂ. 26.35 કરોડ થયો હતો. કંપનીની કામગીરીમાંથી કોન્સોલિડિટેડ આવક રૂ. 221.20 કરોડની સામે વધીને રૂ. 223.90 કરોડ થઈ હતી.
ડિસેમ્બર ક્વાર્ટર માટેની EBIDTA રૂ. 31.94 કરોડ અને EBIDTA માર્જિન 14.3 ટકા રહ્યા હતા. 2020-21ના પ્રથમ છ મહિનામાં પેરોલ કટ રોલબેક થતાં EBIDTAમાં ઘટાડો થયો હતો.
મેનેજમેન્ટનો અભિપ્રાય
પરિણામ અંગે ટિપ્પણી કરતાચેરમેન અને એમડી સી વી સુબ્રમણ્યમે જણાવ્યુ હતું કે, “આશાસ્પદ આંકડા અને સાતત્યપૂર્ણ વૃધ્ધિને કારણે કંપની મે ત્રીજું ક્વાર્ટર સફળ રહ્યું છે. અમે આગામી સમયમાં આ ગતિનો લાભ ઉઠાવવા માગીએ છીએ. કોવિડ-19 મહામારીને કારણે ટેકનોલોજીને લગતાં વિક્ષેપ આવતાં અમારા માટે રોકાણ અને વૃધ્ધિની તકો માટેનો માર્ગ મોકળો થયો હતો.
આ પડકારજનક સમયમાં અમને સતત સહયોગ આપવા બદલ હું અમારા સમર્પિત કર્મચારીઓ, ગ્રાહકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું. આગામી ક્વાર્ટર માટે કેન્દ્રીય બજેટમાં આઇટી અને ટેકનોલોજી સેક્ટરને પ્રોત્સાહન આપતી જોગવાઈ કરવામા આવે એવી અમારી અપેક્ષા છે. એકંદરે, હું માનું છું કે એક વાર ઉદ્યોગ સ્થિર થઇ જાય અને મહામારીની એકંદર અસરનું મૂલ્યાંકન કરે પછી જઅમલીકરણનો આગામ તબક્કો હાથ ધરાશે.”
31 ડિસેમ્બરે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાની વિગતોઃ ઊડતી નજરે
· ટોચના પાંચ ગ્રાહકો પાસેથી થયેલી આવક કુલ આવકના આશરે 22.2 ટકા હતી
· ત્રીજા ક્વાર્ટરની મોટા ભાગની આવકમાં બીએફએસઆઇ, રિટેલ અને ઇ-કોમર્સ અને ટ્રાવેલ-ટ્રાન્સપોર્ટનુ પ્રદાન હતું.
· ભૌગોલિક સ્થિતિ પ્રમાણે આવકનો હિસ્સો આ પ્રમાણે હતોઃ નોર્થ અમેરિકા અને કેનેડા- 88 ટકા, યુકે અને યુરોપ 7 ટકા, બાકીના દેશો 5 ટકા.