ટિકટોક સહિત અન્ય ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ ચાલુ રહેશે
નવીદિલ્હી, શોર્ટ વીડિયો શેરિંગ એપ ટિકટોક સહિત અન્ય ચાઇનીઝ એપ્સ પર લગાવેલો પ્રતિબંધ ચાલુ રહેશે. ભારત સરકારે તમામ એપ્સને આ અંગેની નોટિસ પાઠવી છે. મામલા સાથે જાેડાયેલા સૂત્રએ ઓળખ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું કે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મિનિસ્ટ્રીએ બ્લોક્ડ એપ્સના જવાબોની સમીક્ષા બાદ નોટિસ પાઠવી છે.
ટિકટોકનો સંપર્ક કરતાં તેમે સરકાર તરફથી નોટિસ મળી હોવાની પુષ્ટિ કરી છે. ટિકટોકના એક પ્રવક્તાએ કહ્યું કે, અમે નોટિસનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને યોગ્ય રીતે તેનો જવાબ આપીશું. ભારત સરકાર દ્વારા ૨૯ જૂન ૨૦૨૦ના રોજ જાહેર નિર્દેશોનું પાલન કરવામાં ટિકટોક પહેલી કંપનીઓમાં એક હતી. અમે સતત સ્થાનિક કાયદા અને નિયમોનું પાલન કરવાનો પ્રયાસ કરીએ છીએ અને સરકાર કોઈ પણ ચિંતાનું સમાધાન કરવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરે છે. અમારા તમામ યૂઝર્સની ગોપનીયતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જૂન મહિનામાં ભારત સરકારે ૫૯ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધી હતો. તેમાં ટિકટોક અને યૂસી બ્રાઉઝર જેવી એપ્સ સામેલ હતી. સરકારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટના સેક્શન ૬૯છ હેઠળ ૫૯ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો.કેર્ન્સ સરકાર તરફથી આ ર્નિણય પર જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, અમારી પાસે ઉપલબ્ધ જાણકારી મુજબ, આ એપ્સ કેટલીક એવી ગતિવિધિઓમાં સંલિપ્ત છે જે ભારતની રક્ષા, સુરક્ષા, સંપ્રભુતા અને અખંડતા માટે હાનિકારક છે. ત્યારબાદ ગયા સરકારે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ૧૧૮ અન્ય એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.HS