સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો, ચાંદીમાં ૩૭૫૯ રૂપિયાનો ઉછાળો
નવીદિલ્હી, સોના-ચાંદીમાં ભાવમાં મોટો ફેરફાર જાેવા મળ્યો હતો. દેશભરના સર્રાફા બજારમાં સોનાના રેટમાં ભારે તેજી જાેવા મળી અને ચાંદીના ભાવમાં મોટો ઉછળો જાેવા મળ્યો હતો. સર્રાફા બજારમાં શુક્રવારે ૨૪ કેરેટ સોનાનો ભાવ ગુરૂવારના મુકાબલે ફક્ત ૮૮ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ ઉપર ૪૯૦૭૪ રૂપિયા પર ખુલ્યો અને ૪૦૭ રૂપિયા ચઢીને ૪૯૩૯૩ રૂપિયા પર બંધ થયો. જ્યારે ચાંદીમાં સાંજ સુધી ઉછાળો ૨૩૭૦ રૂપિયા પ્રતિ કિલોથી વધી ૩૭૫૯ રૂપિયા થઇ ગયો અને આ ૬૯૭૨૬ પર બંધ થયો. તમને જણાવી દઇએ કે ઇન્ડીયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્રારા જાહેર કરવામાં આવેલા આ રેટ અને તમારા શહેરના ભાવમાં ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયાનો ફરક હોઇ શકે છે.
દિલ્હી સર્રાફા બજારમાં શુક્રવારે સોનું ૧૩૨ રૂપિયાની તેજી સાથે ૪૮,૩૭૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઇ ગયો. એચડીએફસી સિક્યોરિટીઝએ આ જાણકારી આપી છે. ગત કારોબારી સત્રમાં સોનું ૪૮,૨૪૪ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયું હતું. ચાંદી પણ ૨૯૧૫ રૂપિયાના ઉછાળા સાથે ૬૮,૪૧૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ.
એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (જિંસ) તપન પટેલએ કહ્યું ‘કેન્દ્રીય બજેટ પહેલાં દિલ્હીમાં ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૧૩૨ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ તેજી રહી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૧,૮૪૪.૩૫ ડોલર પ્રતિ ઔંસ થઇ ગયો જ્યારે ચાંદીનો ભાવ ૨૬.૩૫ ડોલર પ્રતિ ઔંસ પર લગભગ અપરિવર્તિત રહ્યો.
ગત વર્ષ સોના માટે ખૂબ જ શાનદાર સાબિત થયું છે. ગત વર્ષે સોનાની કિંમત લગભગ ૨૮ ટકા વધી હતી. ઓગસ્ટ મહિનામાં સોના-ચાંદીએ એક નવો રેકોર્ડ બનાવી લીધો હતો અને પોતાના ઓલ ટાઇમ હાઇ લેવલને ટચ કરી લીધું હતું. એટલું જ નહી કે ફક્ત ભારતમાં જ સોનાના ભાવ વધ્યા હતા. પરંતુ વૈશ્વિક સ્તરે પણ સોનું લગભગ ૨૩ ટકા મોંઘું થયું હતું. આ પહેલાં ૨૦૧૯માં પણ સોનાના ભાવમાં વધારાનો દર ડબલ ડિજિટમાં હતો.
વર્ષ ૨૦૨૦માં સોનામાં ભારે બઢત જાેવા મળી, ૨૦૧૯માં પણ સોનું ખૂબ ચમક્યું હતું અને હવે માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ૨૦૨૧ માં પણ સોનાની ચમક વધશે. અત્યારે સોનું ૫૦ હજાર રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની આસપાસ ટ્રેંડ કરી રહ્યું છે, પરંતુ આ વર્ષે સોનામાં શાનદાર તેજી આવવાની સંભાવના છે. માનવામાં આવી રહ્યું છે કે સોના માટે ૨૦૨૧ સારું રહેશે અને સોનું તમામ રેકોર્ડ તોડતાં ૬૩,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના સ્તરની નજીક પહોંચી શકે છે. એટલે કે તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આનાથી સારી તક નહી મળે.HS