મુરાદાબાદ દુર્ધટનામાં માર્યા ગયેલાઓના પરિવારને આર્થિક સહાયની જાહેરાત
લખનૌ, મુરાદાબાદ આગ્રા હાઇવે પર થયેલ ભીષણ માર્ગ અકસ્માતમાં ૧૦ લોકોના મોત અને ૧૨થી વધુ લોકોને ઇજા થવા પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉડા શોકની લાગણી વ્યકત કરી છે.તેમણે મૃતકોના પરિવારજનોને બે બે લાખ રૂપિયા અને ઇજા પામેલાઓને ૫૦-૫૦ હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત પણ કરી છે આ સાથે જ ઇજા પામેલાઓની યોગ્ય સારવાર માટે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે.
મુખ્યમંત્રીએ ઇશ્વરથી દિવંગત આત્માઓની શાંતિની પ્રાર્થના કરતા મૃતકોના શોક સંતપ્ત પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યકત કરી અને દુધટનામાં માર્યા ગયેલા મૃતકોના પરિવારજનોને બે બે લાખની આર્થિક સહાય અને ઇજા પામેલાઓને ૫૦-૫૦ હજાર આપવાની જાહેરાત કરી હતી.
મુરાદાબા આગ્રા હાઇવે પર થયેલા માર્ગ અકસ્માત અંગે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ ઉડા શોકની લાગણી વ્યકત કરી હતી અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી બસપાના પ્રમુખ માયાવતીએ પણ દુર્ધટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે ઉંડા શોકની લાગણી વ્યકત કરી તેમને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.HS