નવસારીના ટીઘરા વિસ્તારમાં દારૂનું દુષણ વધતા મહિલાઓ રણચંડી બની
સુરત, ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવા સતત પોકળ સાબિત થઇ રહ્યા છે. જેનો અનેક પુરાવાઓ રોજેરોજ મળી રહ્યા છે. નવસારી શહેરને અડીને આવેલા તીઘરા ગામમાં છેલ્લા ઘણા સમયતી દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે. જેને બંધ કરાવવા માટે અનેકવાર રજુઆતો છતા પણ પોલીસ આંખ આડા કાન કરી રહી હતી.
પોલીસ દ્વારા કોઇ નક્કર કામગીરી નહી કરવામાં આવતા આખરેમહિલાઓ રણચંડી બની હતી. ૫૦ જેટલી મહિલાઓએ અગાઉ ધારાસભ્ય અને જિલ્લા પોલીસ વડાને રજુઆત કરવા માટે પહોંચી હતી. નવસારીના ટીઘરા વિસ્તારમાં દારૂનું દુષણ વધતા મહિલાઓને દારૂની બદીથી તેમને સૌથી વધારે તકલીફ પડે છે. પોલીસ દ્વારા ઝડપી દેશી દારૂનું વેચાણ બંધ થાય તે માટે આવેદન આપવામાં આવ્યું છે.
નવસારી શહેરને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂના વેચાણથી ગામના લોકોનું વાતાવરણ ડહોળાઇ રહ્યું છે. ગામની બહેન દીકરી બહાર નિકળતા પણ ગભરાય છે. વારંવાર મારામારી, છેડતી જેવા અનેક કિસ્સાઓ બનતા રહે છે. યુવતીઓ ધોળા દિવસે પણ યુવતીઓ બહાર જતા ગભરાય છે. મહિલાઓએ નાયબ જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.