નવસારી જિલ્લાના પોલીસ જવાનોને કોરોના વેક્સીન અપાઈ

સમગ્ર રાજ્યમાં હવે ડોકટરો અને નર્સો બાદ પોલિસ વિભાગના અને અન્ય કોરોના વોરીયર્સને રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા મોટા શહેરો અને જિલ્લા કક્ષાના પોલિસ હેડ ક્વાર્ટર્સના જવાનોને પણ રસીકરણ પ્રક્રિયા શરૂ કરાઈ છે.
રવિવાર તા.૩૧/૦૧/૨૦૨૧ના રોજ કોવિડ-૧૯ વેકિસનેશન અંતર્ગત નવસારી જિલ્લાના પોલીસ જવાનો અને જી.આર.ડી/ ટી.આર.બી. કુલે- ૧૦૫૨ ને જિલ્લાની અલગ-અલગ CHC/સિવીલ પોસ્પીટલો તથા ખાનગી હોસ્પિટલોમાં વેકિસન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
વલસાડ જિલ્લામાં કલેકટર કચેરી, પોલીસ, નગરપાલિકા,મામલતદાર કચેરી તેમજ હોમગાર્ડ વગેરે વિભાગોમાં ફરજ બજાવતા અધિકારી- કર્મયોગીઓને કોરોનાની વેકિસન આપવાનો આરંભ કરાયો હતો.વલસાડ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ૧૩ જેટલા સ્થળોએ ૨૪૯૫ અધિકારી- કર્મચારીઓને કોવિડ-૧૯ વેકસિનેશનનું આયોજન કરાયું છે.
ભારતમાં વિશ્વના સૌથી મોટા કોવિડ -19 રસીકરણ અભિયાનની સૌથી ઝડપી શરૂઆત પ્રથમ 1 મિલિયન નાગરિકોને રસીનો ડોઝ આપવામાં ફક્ત 6 દિવસનો સમય લાગ્યો, જ્યારે યુકે અને અમેરિકામાં અનુક્રમે 18 અને 10 દિવસનો સમય લાગ્યો હતો.
જૂનાગઢ જિલ્લાના ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ પોલીસ અધિકારી તથા પોલીસ સ્ટાફને, પોલીસ હેડ ક્વાર્ટર જૂનાગઢ ખાતે રસીકરણના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવ્યો હતો.
કોરોનાના કેસના સતત ઘટાડાના વલણ સાથે ભારતમાં સક્રિય કેસોની સંખ્યા વધુ ઘટીને 1.68 લાખ રહી છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસો કરતાં નવા સાજા થયેલા દર્દીની સંખ્યા વધારે 37 લાખથી વધુ લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી