મોદીની ભત્રીજી સોનલ મોદીએ ચૂંટણી લડવા નોંધાવી દાવેદારી
અમદાવાદ, પ્રહલાદ મોદીની પુત્રી સોનલ મોદીએ ટિકિટ માગી છે. અમદાવાદ મનપાની ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે. અમદાવાદના બોડકદેવ વોર્ડમાંથી દાવેદારી નોંધાવી છે. દાવેદારી મુદ્દે સોનલ મોદીએ સાથે ખાસ વાત-ચીત કરી છે. સોનલ મોદી કહે છે કે, PM પરિવાર તરીકે નહી પણ ભાજપના કાર્યકર તરીકે ટિકિટ માગી છે.
ભાજપના અનેક કાર્યક્રમોમાં સહયોગ આપ્યો છે. મે ક્યારેય મીડિયા સમક્ષ આવવાનું પસંદ નથી. દેશમાં PM મોદી સારૂ કામ કરી રહ્યાં છે. સ્થાનિક સ્તરે યુવાઓ સુધી યોજનાઓ પહોંચી નથી. તમામ યોજનાઓ લોકો સુધી પહોંચે તે નિર્ધાર માટે ચૂંટણી લડીશ. ટિકિટ આપવી કે નહી તે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે.
૬ મહાનગરપાલિકાઓ માટે ૨૧ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને ૨૩ ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો તેમજ ૮૧ નગરપાલિકાઓ માટે ૨૮ ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની ૨ માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ૨૧ ફેબ્રુઆરીએ ૬ મહાનગર પાલિકાઓ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર માટે મતદાન થશે. જ્યારે જૂનાગઢની બે બેઠક પર પણ ચૂંટણી થશે.