મોડાસા સબ જેલના જેલ સુપ્રીટેન્ડેન્ડને ખભે બેસાડી આપી વિદાય
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: જેલરનું નામ પડતાની સાથે શોલે ફિલ્મનું દ્રશ્ય હમ અંગ્રેજ જમાને કે જેલર હૈનું દ્રશ્ય તાજું થઇ જતું હોય છે અરવલ્લી જીલ્લાના મુકખ્યમથક મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલી સબજેલના જેલ સુપ્રીટેન્ડેન્ડ ડી.જે વણકર વયનિવૃત્ત થતા સબજેલ સ્ટાફ અને જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓએ ભવ્ય વિદાય આપી હતી.
મોડાસા જેલ સુપ્રીટેન્ડેન્ડ તરીકે ફરજ દરમિયાન સ્ટાફમાં અને કેદીઓમાં ભારે લોકચાહના પ્રાપ્ત કરનાર જેલર ડી.જે વણકરને સ્ટાફે ખભે બેસાડી અનોખી રીતે વિદાય આપી હતી અને વિદાય સમારંભમાં જેલ સુપ્રીટેન્ડેન્ડ,સ્ટાફ અને કેદીઓ સાથેના સ્મરણ તાજા કર્યા હતા સ્ટાફ અને કેદીઓને બધા સુખી થાવ અને નિરોગી રહો તેવી શુભેચ્છા આપી હતી.
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે સબ જેલના જેલ સુપ્રિન્ટેન્ડેન્ડ ડી.જે વણકરની ફજર માં વય મર્યાદા પૂર્ણ થતાં સબ જેલ મોડાસા ખાતે તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો,.
આ પ્રસંગે જેલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ડ જી.જે ચાવડા, સુહાના બેન સહિતના કર્મચારીઓ અને જેલમાં સજા કાપી રહેલા કેદીઓ વિદાય સમારંભ માં જોડાઈ પુષ્પકુંજ અને મૂમેન્ટો આપી વિદાય આપી હતી,
૧૯૮૬ માં જેલ સિપાઇમાં ભરતી થયા બાદ ઘણા ઉતાર ચઢાવ સામે ઝઝૂમી જેલ અધિક્ષક સુધી ફરજ બજાવી ફરજની અંતિમ સફર પૂર્ણ થતાં આ પ્રસંગે પરિવારજનો, સગા સબંધી,મિત્રોએ ઉપસ્થીત રહી હર્ષની લાગણી સાથે શુભેચ્છાઓ પાઠવી હતી