બજેટમાં રેલવે માટે 1,10,055 કરોડ રૂપિયાની ફાળવણી
નવી દિલ્હી, નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટમાં રેલવેને 1,10,055 કરોડ રૂપિયાની રાશી ફાળવી છે. જેમાંથી એક 1,07,100 કરોડ રૂપિયાની રકમ કેપિટલ એકસપેન્ડીચર માટે છે. નાણામંત્રીએ બજેટમાં ઝણાવ્યું હતું કે 46 હજાર કિલોમીટર રેલવે લાઇ પર ટ્રેનનું વીજળીકરણ કરાશે. આ ઉપરાંત નેશનલ રેલ પ્લાન 2023ના ડ્રાફ્ટ પર ઝડપથી કામ કરવામાં આવશે. દેશમાં એક માત્ર નિર્માણાધીન બુલેટ ટ્રેન યોજા છે. જે મુંબઈ અને અમદાવાદને જોડશે.
નાણામંત્રી સીતારમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રેલ યોજના 2023 તૈયાર થઈ ગઈ છે. ભારતીય રેલવે ઉપરાંત મેટ્રો સિટી બસ સેવા વધારવા માટે ભાર આપવામાં આવ્યો છે. આ યોજના માટે 18 હજાર કરોડ રૂપિયાન જોગડાઈ કરવામાં આવી છે. મેટ્રોલ લાઇટ માટે પણ ભાર આપવામાં આવશે. કોચી, બેંગ્લુરું, ચેન્નાઇ, નાગપુર, નાસિકમાં મેટ્રો યોજનાનો વિસ્તાર કરાશે.
46 હજાર કિલોમીટર ટ્રેક પર વીજળી સંચાલિત રેલ દોડશે. પર્યટન વાળા સ્થળો પર આધુનિક કોચ જેવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી જાય છે તેવા આધુનિક કોચીસ દોડશે. ચેન્નાઇ મેટ્રોના બીજા ચરણ માટે 63 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.
ઉદ્યોગોના પરિવહન માટે રેલ ભાડો ઓછું કરવાના અનેક ઉપાયો અજમાવવામાં આવશે. જુન 2022 સુધી વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર અને ઇસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર લાગુ કરવામાં આવશે. વર્ષ 2021-22મા ઇસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરમાં 263 કિલોમીટર લાંબો ટ્રેક પીપીપી મોડમાં શરૂ કરવામાં આવશે.