ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૧,૪૨૭ નવા પોઝિટિવ કેસો નોંધાયા
નવીદિલ્હી, ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાનનું પહેલું ચરણ હાલ ચાલી રહ્યું છે. સોમવાર સુધીમાં કુલ ૩૭,૫૮,૮૪૩ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૧,૪૨૭ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૧૮ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૭,૫૭,૬૧૦ થઈ ગઈ છે.
ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૪ લાખ ૩૪ હજાર ૯૮૩ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૧,૮૫૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૬૮,૨૩૫ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૪,૩૯૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૩૧ જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૯,૭૦,૯૨,૬૩૫ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના ૨૪ કલાકમાં માત્ર , ૫,૦૪,૨૬૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ૩૧૬ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે ૯ મહીના બાદ પ્રથમ વખત કોરોના સંક્રમણથી એકપણ મોત નથી થયું. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ ૯૭.૦૦ ટકા પર પહોંચ્યો છે.
ગુજરાતમાં ૨૪ કલાકમાં ૩૩૫ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા ૨,૫૩, ૭૦૩ પર પહોંચી છે. રાજ્યમાં હાલ ૩૪૫૦ એક્ટિવ કેસ છે, જેમાંથી ૩૩ લોકો વેન્ટિલેટર પર અને ૩૪૧૭ લોકો સ્ટેબલ છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક ૪૩૮૭ પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી ૩,૦૦,૭૫૫ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી. આજે હેલ્થ કેર વર્કર સિવાય ફ્રન્ટલાઈનન વર્કરોને પણ રસીકરણમાં આવરી લેવાયા છે.HS