હવે ઉપેન્દ્ર કુશવાહા ભાજપ જદયુ સરકારમાં મંત્રી બનશે
પટણા, બિહારમાં રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા મુખ્યમંત્રી નીતીશકુમાર અને જગયુના પૂર્વ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણસિંહને મળ્યા એ યાદ રહે કે બિહારમાં સરકાર બનાવ્યા બાદ ઉપેન્દ્ર કુશવાહા બે વાર નીતીશકુમારને મળી ચુકયા છે હવે ત્રીજીવાર મુલાકાત કરી હતી.
નીતીશની મુલાકાત બાદ કુશવાહાએ કહ્યું કેે તે નીતીશકુમારથી કયારેય અલગ થયા ન હતાં બસ રાજનીતિક વિચારધારા અલગ હતી આ ઉપરાંત વશિષ્ઠ નારાયણ સિંહનું કહેવુ છે કે ઉપેન્દ્ર કુશવાહાના આવવાથી જદયુ વધુ મજબુત થશે કુશવાહાની મુલાકાતોથી અનેક રાજકીય અટકળો લગાવાઇ રહી છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે કુશવાહા પોતાની પાર્ટીનું વિલય જદયુમાં કરી શકે છે જાે કે રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના નેતાઓ તરફથી આ દાવાને ફગાવી દેવામાં આવ્યો છે. પરંતુ નીતીશ અને વશિષ્ઠની સાથે મુલાકાત બાદ એવું માનવામાં આવે છે કે કુશવાહાની પાર્ટી જદયુમાં સામેલ થઇ શકે છે.
૨૦૨૦માં થયેલ ચુંટણીના પરિણામથી નીતીશકુમાર ખુશ નથી આ વખતે તેમની પાર્ટી ૪૩ બેઠકો પર સમેટાઇ ગઇ છે તે કારણે છે કે નીતીશકુમાર એકવાર ફરી પોતાના જુના સમીકરણ લવ કુશ એટલે કે કુર્મી કુશવાહા મત બેંકને મજબુત કરવામાં લાગી ગયા છે. આ માટે જ નીતીશકુમારે પાર્ટીના અધ્યક્ષ તરીકે રાજીનામુ આપી કુર્મી જાતિથી સંબંધ ધરાવતા આરસીપી સિંહને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા છે.જયારે રાજય કારોબારીની બેઠકમાં વિધાનસભા ચુંટણી હારનારા ઉમેશ સિંહ કુશવાહાને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતાં નીતીશ પોતાની પાર્ટીમાં લવ કુશ સમીકરણ હેઠળ જ રાષ્ટ્રીય અને પ્રદેશ અધ્યક્ષની નિયુકત કરી ચુકયા છે હવે આ સમીકરણ હેઠળ ઉપેન્દ્ર કુશવાહાને પોતાના કવોટાથી બિહાર વિધાન પરિષદમાં મોકલી શકે છે આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યુ છે કે નીતીશ તેમને મંત્રીમંડળના વિસ્તારમાં જગ્યા પણ આપી શકે છે.HS