Western Times News

Gujarati News

સરકાર લોકોના હાથમાં પેસા આપવાની બાબતે ભુલી ગઇ: રાહુલ ગાંધી

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંઘીએ આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્રારા બજેટ રજુ કર્યા બાદ આરોપ લગાવ્યો કે સરકારની યોજના ભારતની સંપત્તિઓને પોતાના મુડીપતિ મિત્રોને સોંપવાની છે.

કોંગ્રેસ નેતાએ બજેટ રજુુ કરતા પહેલા જણાવ્યું હતું કે બજેટમાં નાના અને મધ્યમ કારોબારીઓની મદદ કરવાની સાથે આરોગ્ય અને રક્ષા ખર્ચમાં વધારો કરવાની જરૂરત છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય બજેટ ૨૦૨૧ પર નિરાશા વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, આ બજેટમાં ગરીબ અને મધ્યમવર્ગને કઈ જ આપવામાં આવ્યું નથી. તેઓ ગરીબોના હાથમાં કેશ આપવાનું તો ભૂલી જ ગયા છે. નરેન્દ્રમોદી સરકારે તેમના ઉદ્યોગપતિ મિત્રોના હાથમાં દેશની સંપત્તિ હેન્ડઓવર કરવાની યોજના બનાવી દીધી છે. રાહુલ ગાંધીએ તર્ક આપ્યો છે કે, જાે ગરીબોના હાથમાં પૈસા આવશે તો તેઓ ખર્ચ કરી શકશે અને તો દેશની ઈકોનોમી વધશે.

પૂર્વ સીએમ કમલનાથે બજેટને નિરાશાજનક ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, મેક ઈન ઈન્ડિયા. ડિજિટલ ઈન્ડિયાના જૂના સ્લોગનની જેમ હવે આર્ત્મનિભર ભારતના નવી નારેબાજી સાથે આંકડાઓની હેરાફેરી કરીને દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ આ બજેટ દ્વારા કરવામાં આવ્યું છે.

કોંગ્રસે બજેટ ૨૦૨૦-૨૧ રજુ કર્યા બાદ દાવો કર્યો કે નાણાંમંત્રી નિર્મલા સીતારમણના ભાષણમાં જીડીપીમાં ૩૭ મહીનાનો રેકોર્ડ ઘટાજાેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને તેમાં અર્થવ્યવસ્થાને ગતિ આપવા પર ધ્યાન આપવામાં આવ્યું નથી પાર્ટીના પ્રવકતા મનીષ તિવારીએ ટ્‌વીટ કર્યું નાણાંમંત્રીના ભાષણમાં તેનો કોઇ ઉલ્લેખ નથી કે જીડીપીમાં ૩૭ મહીનાનો રેકોર્ડ ધટાડો છે ૧૯૯ બાદ આ સૌથી મોટું સંકટ છે. તેમણે દાવો કર્યો કે દેશની બહુમૂલ્ય સંપત્તિને બચવા ઉપરાંત બજેટમાં કોઇ મુખ્ય ધ્યાન આપવામાં આવ્યું નથી તેમણે કહ્યું કે મુખ્ય બાબત એ છે કે અર્થવ્યવસ્થો આગળ ન વધારો અને ફકત દેશની બહુમૂલ્ય સંપત્તિઓને વેચો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.