મુશ્કેલ સમયમાં આવ્યું બજેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર-હેલ્થ પર રહ્યું અમારૂ ફોકસઃ નાણામંત્રી
નવીદિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમને સોમવારે બજેટ પર પત્રકાર પરિષદ યોજી હતી. ર્નિમલા સીતારમને કહ્યુ કે, બજેટમાં અમારૂ મુખ્ય ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થ સેક્ટરને લઈને રહ્યું. આ વખતે બજેટ માં ૩૭ ટકાનો વધારો થયો છે. ર્નિમલા સીતારમને કહ્યું કે, જે કૃષિ સેસ લગાવવામાં આવ્યો છે, તેનાથી સામાન્ય લોકો પર ઓછો ભાર પડશે.
ર્નિમલા સીતારમને કહ્યું કે, કોરોના કાળમાં સરકારનું ધ્યાન માત્ર ખર્ચ કરવા પર રહ્યું. સામાન્ય લોકોને વધુમાં વધુ મદદ પહોંચાડવામાં આવી. આ કારણ છે કે આ વખતે રાજકોષીય ખાધ એટલી વધુ વધી ગઈ છે.
નાણામંત્રી સીતારમને પત્રકાર પરિષદમાં રાજકોષીય ખાધ પર કહ્યું કે, સરકાર તરફથી સતત એવા પગલા ભરવામાં આવી રહ્યાં છે, જેથી તેની ભરપાઈ સતત કરવામાં આવે. ર્નિમલાએ કહ્યું કે, સરકાર ખર્ચ પર ધ્યાન આપી રહી છે, તેની સ્પષ્ટ અસર રોજગાર વધવા પર થશે.
નાણામંત્રીએ કહ્યું કે, કસ્ટમ ડ્યૂટી ઘણી વસ્તુ પર વધારવામાં આવી છે, પરંતુ જે સેસ લગાવવામાં આવ્યો છે તેની અસર સામાન્ય લોકો પર પડશે નહીં. ર્નિમલા સીતારમને કહ્યું કે, કારોબાર વધારવા માટે, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનું પણ કામ કરવામાં આવ્યું છે. તેવામાં સામાન્ય લોકોને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપથી તેનો ફાયદો જ થશે.
પત્રકાર પરિષદમાં પ્રવાસી મજૂરને લઈને બનનાર પોર્ટલ પર જણાવવામાં આવ્યું કે કોરોના કાળમાં જે રીતે મુશ્કેલી થી, તેને ધ્યાનમાં રાખતા આ ર્નિણય લેવામાં આવ્યો છે. મજૂરોને મળનારી સુવિધા અને તેમને થતી સમસ્યાને અહીં દૂર કરવામાં આવશે. ર્નિમલા સીતારમને પોતાની પત્રકાર પરિષદમાં રક્ષા ક્ષેત્રને વધુ બજેટ આપવામાં આવ્યું છે, કારણ કે સમય-સમય પર ઇમરજન્સી રીતે પણ રક્ષા મંત્રાલયને બજેટ આપવામાં આવી રહ્યું છે. કિસાનોના મુદ્દા પર નાણામંત્રીએ કહ્યું કે, કિસાનોની સાથે દરેક મોર્ચા પર ચર્ચા કરવા તૈયાર છીએ. જે કૃષિ સેસ લગાવવામાં આવ્યો છે, તે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવામાં આવશે.HS