કેન્દ્ર સરકારે ૨૫૦ ટિ્વટર એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા
નવીદિલ્હી, કિસાન આંદોલન વચ્ચે પીએમ મોદી વિરુદ્ધ વિવાદિત ટ્વીટ કરનાર પર સરકારે આકરા પગલા ભર્યા છે. આઈટી મંત્રાલયે ટિ્વટરને ૨૫૦ ટિ્વટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવાના નિર્દેશ આપ્યા છે. ત્યારબાદ તે તમામ એકાઉન્ટ તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
#ModiPlanningFarmerGenocide હેશટેગથી ટ્વીટ કરવામાં આવી રહ્યાં છે. શનિવારથી આ હેશટેગ ટ્રેન્ટમાં હતો. તેમાંથી ઘણા ટ્વીટ/ટિ્વટર એકાઉન્ટ વિદેશથી ચાલી રહ્યાં છે. સસ્પેન્ડ થનારા ઘણા એકાઉન્ટ/ટ્વીટ કિસાન યુનિયન અને કિસાન નેતાઓથી સંબંધિત પણ છે. ગૃહ મંત્રાલયના નિર્દેશ પર આઈટી મંત્રાલયે ટિ્વટરને આ નિર્દેશ આપ્યો હતો. કારવાં મેગેઝિન અને એક્ટર સુશાંત સિંહના ટિ્વટર હેન્ડલને હોલ્ડ કરવામાં આવ્યા. કારવાં મેગેઝિન વિરુદ્ધ દિલ્હી પોલીસે ખોટા સમાચાર ફેલાવવાનો કેસ નોંધ્યો છે અને સુશાંત સિંહ કિસાનોના સમર્થનમાં ટ્વીટ કરી રહ્યો હતો અને ઘણી ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી હતી. પ્રસાર ભારતીના સીઇઓનું ટિ્વટર હેન્ડલ પણ હોલ્ડ કરવામાં આવ્યું. આ સંબંધમાં પ્રસાર ભારતીએ ટિ્વટર પાસે જવાબ માંગ્યો છે. સૂત્રો પ્રમાણે કોઈપણ પ્રકારની કાયદો-વ્યવસ્થાની સ્થિતિને જાેતા સરકારે આ ર્નિણય કર્યો છે.HS