દેશમાં લગભગ ૩૦ કરોડ લોકો કોરોનાનો શિકાર બની ચૂક્યા છે
નવીદિલ્હી, દેશની કુલ વસ્તીના ૨૫ ટકા લોકો એટેલે કે લગભગ ૩૦ કરોડ ભારતીયો કોરોના વાયરસનો શિકાર બની ચૂક્યા છે. આઇસીએમઆરના સર્વેમા દર ૪માંથી ૧ ભારતીય કોરોનાનો શિકાર હોવાના સબૂત મળ્યા છે.
આઇસીએમઆરઇએ હાલમાં ત્રીજી વખત રાષ્ટ્રીય સીરો સર્વે પૂરો કર્યો છે. તેની શરૂઆત હાલમાં ડિસેમ્બરમાં કરાઈ હતી. આ ટેસ્ટિંગનો હેતુ એન્ટીબોડિઝના વિશે જાણકારી મેળવવાનો હતો. સર્વેમાં જાણવા મળ્યું છે કે દેશના કેટલાક શહેરોમાં હર્ડ ઈમ્યુનિટીના કારણે કેસ વધી રહ્યા છે પણ રોજ મળતા કેસની સરખામણીએ આ સંખ્યા ઓછી છે.
આઇસીએમઆરના સર્વેની જાણકારી રિલિઝ કરાઈ નથી પણ મળતી માહિતી અનુસાર દેશમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા ૩૦ કરોડ છે. જ્યારે આંકડા કહે છે કે દેશમાં અત્યાર સુધી ફક્ત ૧ કરોડ ૭ લાખ કેસ આવ્યા છે. મળતી માહિતિ અનુસાર દેશના કેટલાક શહેરો હર્ડ ઈમ્યુનિટી તરફ આગળ વઘી રહ્યા છે.
સર્વે સાથે જાેડાયેલા એક અધિકારીએ આપેલી માહિતિ અનુસાર સંક્રમણને લઈને અનેક શહેરોમાં આકંડા વધી રહ્યા છે. આ વાત એપિડેમિયોલોજિકલ થિયરીને મજબૂત કરે છે. દેશના કેટલાક શહેરોમાં હર્ડ ઈમ્યુનિટીની તરફ ઈશારો કરી રહ્યા છે. રોજ મળતા કેસની સંખ્યા ઘટી રહી છે પણ સાતે ૨ સર્વેના ગ્રામીણ વિસ્તારની તુલનામાં ખાસ કરીને શહેરની ઝૂંપડપટ્ટીમાં સીરો પોઝિટિવિટી ઘણી વધારે છે.
સર્વેના આંકડા આવનારા દિવસોમાં જાહેર કરાય તેવી શક્યતા છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં શરૂ કરાયેલા સીરો સર્વેમાં ૨૨ રાજ્યોના ૭૦ જિલ્લાના ૪૦૦ રેન્ડમ લોકોનું બ્લડ સેમ્પલ લેવાયું. જેનો હેતુ એન્ટી બોડીઝની જાણકારી મેળવવાનો હતો. જે રાજ્યોમાં મે અને ઓગસ્ટમાં સર્વે કરાયો હતો તે જ રાજ્યોમાં આ ત્રીજાે સર્વે પણ કરાયો હતો. ખાસ વાત તો એ છે કે ડિસેમ્બર બાદ દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. એક સમય હતો જ્યારે દેશમાં રોજના ૮૦-૯૦ હજાર કેસ આવતા હતા. આ પ્રમાણ હવે ઘણું ઓછું છે.HS