પેટ્રોલ અને ડિઝલ પર ફાર્મ સેસ, ભાવ વધવાના સંકેત
નવી દિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણે ડિરેક્ટ ટેક્સ આપનારા લોકોને સામાન્ય બજેટ ૨૦૨૧માં કોઈ રાહત આપી નથી. સરકારે દારુ, કાબુલી ચણા, વટાણા, મસૂરની દાળ સહિત ઘણાં ઉત્પાદનો પર ખેતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ લગાવવાની જાહેરાત કરી છે. નાણામંત્રી એ આ વર્ષે કસ્ટમ્સમાં ૪૦૦ કરતા વધારે છૂટછાટની સમીક્ષા કરવાનો પ્રસ્તાવ કર્યો છે. નાણામંત્રીએ અપ્રત્યક્ષ કરમાં બદલાવની જાહેરાત કરી છે. ઘણાં પ્રકારના કાચા માલ પર કસ્ટમ ડ્યુટી વધારાઈ છે. કેટલાક સ્ટીલ ઉત્પાદનો પર ડ્યુટી હટાવી દેવાઈ છે. આ સિવાય કોપર સ્ક્રેપ ડ્યુટીને ૫%થી ઘટાડીને ૨.૫% કરાઈ છે. મોબાઈલ્સના કેટલાક પાર્ટ્સ પર હવે ૨.૫% ડ્યુટી ચૂકવવાની રહેશે. એક તરફ, પેટ્રોલ અને ડીઝલના ભાવ સરકારના આકરા કરવેરાને કારણે હાલ આસમાને પહોંચ્યા છે, તેવામાં તેમાં કોઈ રાહત આપવાને બદલે નાણાંમંત્રીએ પેટ્રોલ પર રુ. ૨.૫૦ અને ડીઝલ પર રુ. ૪નો ફાર્મ સેસ લેવાની દરખાસ્ત કરતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઓર વધે તેવી શક્યતા છે.
બજેટમાં ૨૦૨૧માં ટેક્સ ઓડિટની લિમિટ ૫ કરોડથી વધારીને ૧૦ કરોડ કરવાનો પ્રસ્તાવ કરાયો છે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે પેન્શનથી થનારી કમાણી પર ટેક્સ નહીં આપવો પડે. કેટલાક સામાન એગ્રીકલ્ચર ઈન્ફ્રા સેસ લગાવવામાં આવ્યો છે જેનો લાભ ખેડૂતોને મળશે. લોનના ૧.૫ લાખ રુપિયા સુધીની લોન પર વ્યાજની છૂટીની સ્કીમ ૧ વર્ષ સુધી લંબાવી દેવાઈ છે.
નવા દાયકાનું સૌપ્રથમ બજેટ આજે નાણાંમંત્રી ર્નિમલા સિતારમણે રજૂ કરી દીધું છે. આ બજેટમાં સરકારે હેલ્થ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ્સું ધ્યાન આપ્યું છે, પરંતુ જેની આતુરતાથી રાહ જાેવાઈ રહી હતી તેવી આઈટી સ્લેબમાં ફેરફાર તેમજ ૮૦સી હેઠળ મળતી છૂટનો કોઈ ઉલ્લેખ પણ ના કરી નાણાંમંત્રીએ મધ્યમ વર્ગને નિરાશ કર્યો છે. જાે આ રાહત મળી હોત તો અર્થતંત્રમાં વધુ રુપિયો ફરતો થવાની શક્યતા હતી, પરંતુ નાણાંમંત્રીએ પગારદાર વર્ગને રાહત આપવાનું ટાળ્યું છે. જાેકે, પેન્શન અથવા વ્યાજની આવક પર નભતા ૭૫ વર્ષથી વધુ વયના નાગરિકોને ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.SSS