આસામ, બંગાળ, તમિલનાડુ માટે માર્ગ યોજનાની જાહેરાત
નવી દિલ્હી, કેન્દ્રીય નાણાં મંત્રી ર્નિમલા સીતારમને આજે બજેટ રજૂ કર્યું, જેમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ અંગે પણ ખાસ ખ્યાલ રાખવામાં આવ્યું હોવાનું જણાઇ આવ્યું. જેના પગલે તેમણે આસામ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ માટે મોટી માર્ગ યોજનાઓની જાહેરાત કરી.
નાણાં મંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ૯૫,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૬૭૫ કિલોમીટર લાંબા હાઇવે બનાવવામાં આવશે, જે કોલકાતાને સિલીગુડીથી જાેડશે. નાણાં મંત્રીએ બજેટ ભાષણમાં સડક, પરિવહન અને ધોરીમાર્ગ માટે ૧.૧૮ લાખ કરોડ રૂપિયાનો બજેટ પ્રસ્તાવ રાખ્યો છે.
કેરળમાં ૬૫,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૧૧૦૦ કિલોમીટર લાંબો હાઇવે બનશે. જ્યારે આસામમાં ૧૯ હજાર કરોડ રૂપિયાના ખર્ચે સડક યોજનાનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. આગામી ત્રણ વર્ષમાં ૧૩૦૦ કિલોમીટર લાંબા માર્ગ બનશે. સાથે જ નાણાં મંત્રીએ આસામમાં આગામી ત્રણ વર્ષમાં હાઇવે અને ઇકોનોમિક કોરિડોરની જાહેરાત કરી.
નાણાં મંત્રીએ કહ્યું કે, દેશના દક્ષિણી રાજ્ય તમિલનાડુમાં ૩૫૦૦ કિલોમીટરની લંબાઇમાં હાઇવેનું નિર્માણ કરવામાં આવશે. તમિલનાડુમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ અને ઇકોનોમિક કોરિડોર ૧.૦૩ લાખ કરોડનું હશે. આવી રીતે જ હાઇવેનું પણ નિર્માણ કરાશે. સાથે જ મુંબઇ-કન્યાકુમારી ઇકોનોમિક કોરિડોરની પણ જાહેરાત કરાઇ.SSS