સરકાર વર્ષમાં બીપીસીએલ, એર ઇન્ડિયા, કોનકોર વેચશે
નવી દિલ્હી, બજેટની જાહેરાત સાથે જ સરકારે નવા નાણાંકીય વર્ષમાં પોણા બે લાખ કરોડ રૂપિયા ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા ભેગા કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. જે ગયા નાણાંકીય વર્ષની સરખામણીમાં લગભગ ૩૫ હજાર કરોડ રૂપિયા ઓછા છે. આગામી નાણાંકીય વર્ષમાં બીપીસીએલ, એર ઇન્ડિયા, કોનકોર અને એસસીઆઇના વિનિવેશ પર મહોર લાગી શકે છે.
નાણાં મંત્રીએ જણાવ્યું કે, આગામી નાણાંકીય વર્ષમાં એલઆઇસીનો આઇપીઓ લાવવાનો પ્લાન છે. આ સાથે જ શેર બજારમાં તેજીને જાેતાં કેન્દ્ર સરકાર કેટલાક સીપીએસઇમાં ભાગીદારી પણ ઓફર ફોર સેલ દ્વારા વેચી શકે છે. ત્યાં જ અન્ય પ્રાઇવેટાઇઝેશન ડીલ્સ પણ નાણાંકીય વર્ષ ૨૦૨૨ સુધી પૂરી થવાનો અનુમાન છે.
કોરોના સંકટને લીધે ડિસઇન્વેસ્ટમેન્ટના માર્ગે ઘણા પડકાર આવ્યા. સરકારે પાછલા બજેટમાં નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે ૨.૧ લાખ કરોડ રૂપિયા ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા ભેગા કરવાની જાહેરાત કરી હતી. પરંતુ આંકડા પર નજર કરતાં ચાલુ નાણાંકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટ ૩૦-૪૦ હજાર કરોડ રૂપિયા સુધી જ પહોંચી શકે છે. જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછું હશે.
હાલના નાણાંકીય વર્ષમાં સરકારે જે લક્ષ્ય રાખ્યો હતો, તે હાંસલ કરવું મુશ્કેલ છે. મહત્તમ ૨૦ ટકા સુધી જ વિનિવેશનો લક્ષ્ય હાંસલ થઇ શકે છે. કેમ કે, કેટલીક કંપનીઓમાં પોતાની ભાગીદારી વેચવા માટે સરકાર ર્નિણય લઇ ચૂકી છે.HS