ચિદમ્બરમે મોદીના ભાષણની પ્રશંસા કરી
નવી દિલ્હીઃ અર્થવ્યવસ્થા, નોટબંધી સહિત તમામ મુદ્દાઓ પર મોદી સરકારનો વિરોધ કરનાર વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે શુક્રવારે તેમના એક નિવેદનથી બધાને સ્તબધ કરી દીધા છે. તેમણે મોદીના સ્વતંત્રતા દિવસ પર આપવામાં આવેલા ભાષણની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે આ ભાષણમાં મોદીની ત્રણ જાહેરાતોનું સ્વાગત થવું જોઈએ. ચિદમ્બરમે કહ્યું કે નાનો પરિવાર અને પ્લાસ્ટિક બેનને જન અભિયાન બનાવવું જોઈએ. અગાઉ ચિદમ્બરમે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાની વાતનો વિરોધ કર્યો હતો.
વડપ્રધાને તેમના ભાષણમાં ત્રણ વાતો પર ભાર આપ્યો હતો. પ્રથમ નાનો પરિવાર રાષ્ટ્રીય કર્તવ્ય છે. બીજું, ધનવાનોને શંકની નજરથી ન જુઓ, તેમનું સમ્માન થવું જોઈએ. ત્રીજું પ્લાસ્ટીકનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે.
ચિદમ્બરમે ટ્વીટ કર્યું કે આશા છે કે મોદીની ત્રણ જાહેરાત નાણાં મંત્રી અને તેમની ટીમના ટેક્સ અધિકારીઓ અને તપાસકર્તાઓએ વડાપ્રધાનની બીજી જાહેરાતને પણ સ્પષ્ટતાથી સાંભળી હશે. પ્રથમ અને બીજી જાહેરાત લોકોનું અભિયાન બની જવી જોઈએ. કેટલીય એવી સંસ્થાઓ છે, જે આ અભિયાનને સ્થાનિક સ્તર પર ક્રિયાન્વિત કરવાની ઈચ્છા રાખે છે.