Western Times News

Gujarati News

2020ના વર્ષમાં માત્ર 30 લાખ વિદેશી પ્રવાસીઓ ભારત આવ્યા,

નવી દિલ્હી, કોરોના વાયરસ મહામારીને નિયંત્રિત કરવા માટે ભારત સરકાર દ્વારા ગત વર્ષમાં યાત્રા પર્તિબંધ લગાવ્યા હતા. જેની અસર ભારતના પ્રવાસન ક્ષેત્ર પર પડી છે. 2020 એટલે કે ગયા વર્ષે દેશમાં 30 લાખ કરતા પણ ઓછા વિદેશી પ્રવાસીઓ આવ્યા છે. 2019ના વર્ષની સરખામણીમાં આ આંકડો 75 ટકા ઓછો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વાતની જાણકારી મંગળવારે સંસદમાં આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભારત એ વિશ્વભરના પ્રવાસીઓ માટે એક આકર્ષણનું સ્થળ છે. દેશ વિદેશના અનેક લોકો દર વર્ષે ભારતના પ્રવાસે આવે છે, જેમાંથી કેટલાય લોકો એવા પણ હોય છે કે જો લાંબા સમય સુધી ભારતમાં રોકાય છે. આ બધા પ્રવાસીઓ ભારતના પ્રવાસન ઉદ્યોગનું મહત્વનું અંગ છે. તેવામાં ગયા વર્ષે કોરોનાના કારણે લોકડાઉન અને યાત્રા પ્રતિબંધ જેવી પરિસ્થિતિના કારણે ભારતમાં આવનારા વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ધટાડો થયો હતો.

દેશના પ્રવાસન મંત્રી પ્રહલાદ પટેલે કહ્યું કે 2019ના વર્ષમાં વિદેશી પ્રવાસોની સંખ્યા 1.93 કરોડ હતી, તો 2018માં આ સંખ્યા 1.56 કરોડ હતી. 2017માં ભારતના પ્વાસે આવનારા વિદેશી પ્રવાસીઓ સંખ્યા 1.4 કરોડ પર પહોંચી હતી. પ્રવાસન મંત્રીએ આ વાત રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કહી છે. તેમણે આગળ જણાવ્યું કે ગયા વર્ષે માત્ર 26 લાખ 80 હજાર વિદેશી પ્રવાસીઓ ભારત આવ્યા હતા. જેના કારણે પ્રવાસન ઉદ્યેગને મોટું નુકસાન થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.