પાકિસ્તાનનો નવો હથકંડો, આતંકીઓને ઘૂસાડવા સરહદ પરના જંગલોમાં લગાવે છે આગ
ઇસ્લામાબાદ, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ ઘુસાડવા માટે હંમેથા ધમપછાડા કરતા પાકિસ્તાનને આજકાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સરહદ પર સુરક્ષાદળોની એલર્ટનેસના કારણે આતંકવાદીઓને ઘૂસાડવાનુ અઘરુ થઈ રહ્યુ હોવાથી હવે પાકિસ્તાન નવા હથકંડાઓ અપનાવી રહ્યુ છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે સોમવારે મોડી રાતે મેંઢર સેક્ટરમાં જંગલમાં આગની લપેટો જોવા મળી હતી.એ પછી આ આગ વધારે પ્રસરી હતી.સમગ્ર વિસ્તારમાં ધૂમાડાના ગોટે ગોટા ઉઠી રહ્યા છે.એવુ મનાઈ રહ્યુ છે કે, આતંકવાદીઓને ઘૂસાડવા માટે પાકિસ્તાન દ્વારા આ હરકત કરવામા આવી છે.આ પહેલા પણ પાકિસ્તાન પોતાની સરહદ પરથ આગ લગાવી ચુક્યુ છે.જેથી સુરંગોને તબાહ કરીને આતંકવાદીઓની ઘૂસણખોરીને વધારે આસાન બનાવી શકાય.
એવુ મનાય છે કે, આગના કારણે આતંકવાદીઓને રોકવા માટે સરહદ વિસ્તારમાં જે સૂરંગો બીછાવાતી હોય છે તેને નુકસાન પહોંચતુ હોય છે.
પાકિસ્તાન દ્વારા આતંકીઓને ઘૂસાડવા માટે સૂરંગોનો ઉપયોગ પણ કરવામાં આવતો હોવાનુ તાજેતરમાં પ્રકાશમાં આવ્યુ હતુ.સુરક્ષાદળોએ આવી સંખ્યાબંધ સુરંગો પણ શોધી કાઢી હતી.હવે પાકિસ્તાને બીજો રસ્તો અપનાવવાનુ શરુ કર્યુ છે.