આંધ્ર પ્રદેશ: PSI, બિનવારસી લાશને ખભે ઊંચકીને બે કિલોમીટર સુધી ચાલી
શ્રીકાકુલમ, આંધ્ર પ્રદશમાં એક મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે માનવતાની અનોખી મિસાલ રજૂ કરી છે. મહિલા પોલીસે પોતાની ફરજથી પર જઈને એક બિનવારસની મળી આવેલી લાશના અંતિમ સંસ્કાર કરવામાં મદદ કરી હતી. એટલું જ નહીં, આ લાશને ખભા પર ઊંચકીને મહિલા પીએસઆઈ બે કિલોમીટર સુધી ચાલી હતી.
આ બનાવ આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના કાસિબુગ્ગા પાલસા વિસ્તારના અડાવી કોટ્ટૂટૂ ગામનો છે. અહીં એક ખેતરમાં વૃદ્ધનું નિધન થઈ ગયું હતું. આ અંગે મહિલા પીએસઆઈને માહિતી મળી હતી. જે બાદમાં તે ખેતરમાં પહોંચી ગઈ હતી. કોઈએ લાશ ઉઠાવવામાં મદદ કરવાનો ઇન્કાર કરી દેતા મહિલા પીએસઆઈ જાતે જ લાશને ઊંચકીને બે કિલોમીટર સુધી ચાલ્યા હતા. મહિલા સબ ઇન્સ્પેક્ટરના આ કાર્યની ચારેતરફ પ્રશંસા થઈ રહી છે.
આ બનાવ આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લા (Srikakulam District in Andhra Pradesh)ના કાસિબુગ્ગા પાલસા વિસ્તારના અડાવી કોટ્ટૂટૂ ગામનો છે. અહીં એક ખેતરમાં વૃદ્ધનું નિધન થઈ ગયું હતું. આ અંગે મહિલા પીએસઆઈને માહિતી મળી હતી. જે બાદમાં તે ખેતરમાં પહોંચી ગઈ હતી. કોઈએ લાશ ઉઠાવવામાં મદદ કરવાનો ઇન્કાર કરી દેતા મહિલા પીએસઆઈ જાતે જ લાશને ઊંચકીને બે કિલોમીટર સુધી ચાલ્યા હતા. મહિલા સબ ઇન્સ્પેક્ટરના આ કાર્યની ચારેતરફ પ્રશંસા થઈ રહી છે.
વિશાખાપટ્ટનમ શહેરની નિવાસી મહિલા સબ ઇન્સ્પેક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે, આ બનાવ હત્યાનો ન હતો. કારણ કે મૃતકના શરીર પર ઈજાના કોઈ નિશાન હતા. વૃદ્ધ ખૂબ જ અશક્ત હોવાને કારણે ભૂખથી તેમનું નિધન થઈ ગયું હતું. ગામના લોકોએ મદદનો ઇન્કાર કરતા સિરિશાએ એક ટ્ર્સ્ટનો સંપર્ક કરીને સ્ટ્રેચરની વ્યવસ્થા કરી હતી અને બાદમાં વૃદ્ધના મૃતદેહને ખેતરમાંથી રસ્તા સુધી લાવી હતી.
સિરિશા લગભગ બે કિલોમીટ સુધી લાશને ઊંચકીને પોલીસ વાહન સુધી પહોંચી હતી. આ દરમિયાન 25 મિનિટ જેટલો સમય લાગી ગયો હતો. સિરિશા જ્યારે પોતાના ખભે વૃદ્ધના શરીરને ઊંચકીને ચાલી નીકળી ત્યારે આ દ્રશ્યો જોઈને ગામના અમુક લોકો મદદ માટે દોડ્યા હતા. જે બાદમાં ગામ લોકોની મદદથી અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા.
12 વર્ષીય બાળકની માતા એવી સિરિશાના પિતા ઈચ્છતા હતા કે તેના પરિવારની ચાર દીકરીમાંથી કોઈ એક દીકરી પોલીસમાં ભરતી થાય. સિરિશાએ મીડિયાને જણાવ્યું હતું કે, લોકોની સેવા માટે જ તેણી પોલીસમાં ભરતી થઈ હતી. સિરિશાએ જણાવ્યું હતું કે કોઈ પણ મૃત શરીરને પણ સંપૂર્ણ સન્માનનો અધિકાર છે.
સિરિશાના આવ કામ બાદ પોલીસ વિભાગ તરફથી તેણીની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેલંગાણા સ્ટેટ પોલીસે તેણીને સન્માન આપતા ટ્વીટ કર્યું છે કે, “મેડમ તમને સલામ. તમે જે કામ પસંદ કર્યું છે, તમે જે યુનિફોર્મ પહેર્યો છે, અને તમે જ કામ કરો છો તેને સલામ છે.”