સુશાંત રાજપુતના દોસ્ત ઋષિકેષ પવારને એનસીબીએ હિરાસતમાં લીધો
મુંબઇ, નારકોટિકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ પુછપરછ માટે સુશાંત સિંહ રાજપુતના દોસ્ત અને સહાયક નિર્દેશક ઋષિકેશ પવારને હિરાસતમાં લીધો છે એનસીબીએ મુંબઇથી પ્રતિબંધિત ડ્ર મેફેડ્રોન જપ્ત કર્યું છે ેની અનુમાનિત કીમત લગભગ ૧૫ લાખ રૂપિયા છે આ મામલામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે એનસીબીના એક અધિકારીએ કહ્યું કે ગુપ્તચર માહિતીના આધારે એજન્સીએ ગઇકાલે મોડી રાતે માહિમ વિસ્તારમાં એક ફલેટમાં દરોડો પાડયો હતો.
એનસીબીએ ગત મહીને દક્ષિણ મુંબઇના ડોંગરી વિસ્તારમાં દરોડો પાડી એક મોટા માદક પદાર્થ ટોળકીનો ભંડાફોડ કર્યો હતો તેણે ભાગેડુ માફિયા ડોન દાઉદ ઇબ્રાહીમની ટોળકીના પરવેજ ખાન ઉર્ફે ચીકુ પઠાણની પણ માદક પદાર્થ જપ્તીના સંબંધમાં ધરપકડ કરી હતી અધિકારીએ કહ્યું હતું કે ડોંગરી વિસ્તારમાં માદક પદાર્થની એકમ સ્થાપિત કરનારા આરિફ ભુજવાલાની પણ ધરપકડ. કરી છે.
એનસીબીના અધિકારી પવારની હાલ પુછપરછ કરી રહી છે આ ઉપરાંત આ મામલામાં ત્રણ લકોની પણ ધરપકડ કરવામાં આવી છે તેમની પાસેથી વધુ વિગતો મળે તેવી તપાસ ટીમને આશા છે.HS