સેનાના બે વરિષ્ઠ કમાંડર વચ્ચે મતભેદ: કોર્ટ ઓફ ઇનકવાયરીનો આદેશ
નવીદિલ્હી, ભારતીય સેનાએ એક વરિષ્ઠ કમાંડર અને તેમના સાથી આ કમાંડ વચ્ચે જારી મતભેદોની તપાસ માટે કોર્ટ ઓફ ઇકવાયરી (સીઓઆઇ)ના આદેશ આપ્યો છે આ મામલાથી પરિચિત એક અધિકારીએ આ માહિતી આપી એ યાદ રહે કે સેનામાં આ રેકના અધિકારીઓ માટે કોર્ટ ઓફ ઇકવાયરીનો આ રેયર મામલો છે.
સેનાના આ આદેશ પહેલા ગત વર્ષ સપ્ટેમ્બરમાં સેના પ્રમુખ જનરલ મનોજ મુકુદ નરવણેએ સેનાના બે વરિષ્ઠ અધિકારીઓની વચ્ચે આવેલ તિરાડને દુર કરવાની જવાબદારી એક સીનિયર લેફિટનેંટ જનરલને આપી હતી.
અધિકારીએ કહ્યું કે સેટ્રલ આર્મી કમાંડર લેફિટનેંટ જનરલ આઇએસ ધુમાન આ કોર્ટ ઓફ ઇકવાયીને જાેશે લેફિટનેંટ જનરલ આઇએસ ધુમાન તે બંન્ને અધિકારીઓથી વરિષ્ઠ છે.જયપુર ખાતે દક્ષિણ પશ્ચિમી કમાનના પ્રમુખ અને તેમના ચીફ ઓફ સ્ટાફની વચ્ચે કમાંડ મુખ્ય મથકમાં અલગ અલગ કાર્યાલયોની ભૂમિકાઓ અને જવાબદારીને લઇ મતભેદ સામે આવ્યા હતાં.
દક્ષિણ પશ્ચિમી કમાનના પ્રમુખ લેફિટનેંટ જનરલ આલોક કલેર છે જે એક બખ્તરબંધ કોર અધિકારી છે જયારે તેમની કમાંડના બીજા વરિષ્ઠ અધિકારી લેફિટનેંટ જનરલ કે કે રેપ્સવાલ છે જે કોર ઓફ એન્જીનિયર્સથી છે આ બંન્ને વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે જવાબદારીને લઇ મતભેદ સામે આવ્યા હતાં.ત્યારબાદ મતભેદ દુર કરવાનો નિર્ણય કર્યો છે
સેના પ્રમુખ જનરલ મનોજ કુમુદ નરવણે ગત વર્ષ સપ્ટેમ્બરમાં આ મામલાને જાેવા માટે તે સમયના ઉપ પ્રમુખ લેફિટનેંટ જનરલ એસ કે સૈનીને નામિત કર્યા હતાં સૈનીને કમાંડ મુખ્યાલયના કામકાજને કારગર બનાવવાના ઉપાય સુચવવા સહિત એક વિસ્તૃત રિપોર્ટ સોપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો જનરલ એસ કે સૈની ૩૧ જાન્યુઆરીએ સેવાનિવૃત થયા એ યાદ રહે કે સેનાની દક્ષિણ પશ્ચિમી કમાનમાં લગભગ ૧,૩૦,૦૦૦ સૈનિક છે દક્ષિણ પશ્ચિમી કમાન રાજસ્થાન અને પંજાબમાં ભારતીય સીમાની સુરક્ષા કરે છે.HS