Western Times News

Gujarati News

મીની ભારત એવા વીરપુર ગામના કાશમીરમાં લહેરાયો તીરંગો

(પ્રતિનિધિ) હરસોલ, સાબરકાંઠા હિંમતનગર તાલુકાનુ આ છે વીરપુર ગામ કે જ્યા તમામ વિસ્તારના નામ વિવિધ રાજ્યના નામ પરથી આપવામાં આવ્યા છે… ૩૭૦ અને ૩૫ એ કલમ હટાવ્યા બાદ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે મીની ભારત એવા વીરપુર ગામમાં પણ આજે ખુશીનો માહોલ જોવા મળયો હતો… કાશ્મીરની પાસે આવેલ શાળામાં કાશ્મીરી પહેરવેશ પહેરી, કાશ્મીર પાર્કમાં રહેલી બાળકીએ આજે પ્રાથમિક શાળામાં તિરંગો લહેરાવીને ભાઈચારોનો સંદેશો આપ્યો હતો જેમાં આ ગામના તમામ રાજ્ય એક સાથે મળીને ભાઈચારાથી રહે છે તેમ સમગ્ર ભારત રહે અને રક્ષાબંધનના પર્વ નિમિત્તે દેશમાં ભાઈચારાની એકતા રહે તેવુ જણાવ્યુ હતુ.

રાહીમ ખણુશિયા, કાશ્મીર પાર્કની બાળકી જણાવ્યુ હતુ કે જેમ અમારા ગામમાં તમામ લોકો ભાઈચારાથી રહે છે તેમ તમામ લોકો રહે અને કાશ્મીરની દિકરી તરીકે મને ધ્વજ વંદન કરવાનો મોકો આપ્યો તેની ખુશી છે. ઉમર ફારુક ખણુશિયા સરપંચ વીરપુર ના તેઓએ જણાવ્યુ હતુ કે જેમ ૩૭૦ અને ૩૫ એ થી જે ભારતમાં માહોલ બન્યો છે તેમ અમારુ એવુ મીની ભારત સમુ વીરપુર ગામમાં પણ ભાઈચારાથી રહે છે અને સમગ્ર દેશ હરીમળી રહે અને એક ભારત મજબુત ભારત બને.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.