ઘરે જાણ કર્યા વગર વિકી કૌશલને મળવા એરપોર્ટ પહોંચી ગઈ ફેન
મુંબઈ: બોલિવુડ સેલેબ્સની ફેન ફોલોઈંગ વિશાળ હોય છે અને ઘણીવાર ફેન્સ તેમના આઈકોનને મળવા માટે કંઈક એવું કરતા હોય છે કે તેઓ હેડલાઈન્સમાં છવાઈ જતા હોય છે. આવો જ કિસ્સો વિકી કૌશલ સાથે બન્યો, જે આજે (મંગળવાર )મધ્યપ્રદેશ જઈ રહ્યો હતો અને એરપોર્ટ પર એક ફેન તેને મળવા માટે સમોસા અને જલેબી લઈને પહોંચી ગઈ હતી.
ઉરી એક્ટરે તેના ફેન દ્વારા લાવવામાં આવેલા સમોસાની મજા માણતી એક તસવીર સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. અને લખ્યું છે કે, કહ્યું હતું નહીં ખાઈ શકું, પરંતુ રહી ન શક્યો. જાે હર્ષિતા. હું ભૂખ્યો છું તે વાત જાણતા હોય તેવા ફેન હોવા ખુશીની વાત છે.
મમ્મી-પપ્પાને જણાવ્યા વગર એરપોર્ટ પર મળવા આવી ગઈ અને સાથે જલેબી-સમોસા પણ લાવી (આંટી-અંકલ જાે તમે આ વાંચી રહ્યા હો તો તેના પર ગુસ્સો ન કરતાં). તને ખૂબ બધો પ્રેમ. ઈંદોરના સમોસા કમાલના છે યાર. વિકી કૌશલ જ્યારે એરપોર્ટ પર ઉતર્યો ત્યારે કેમેરામાં કેદ થઈ ગયો હતો.
આ દરમિયાન તેની સાથે બ્યૂટી ક્વીન માનુષી છિલ્લર પણ હતી. બંને તેમની અનટાઈટલ્ડ ફિલ્મના શૂટિંગ શિડ્યૂલ માટે મઘ્યપ્રદેશના મહેશ્વર જઈ રહ્યા હતા. વિકી કૌશલ વ્હાઈટ ટી-શર્ટ, બ્લ્યૂ હૂડી અને ડેનિમમાં જાેવા મળ્યો હતો જ્યારે માનુષીએ સ્કિની ડેનિમ અને બ્લેક ટી પહેર્યું હતું.
વર્કફ્રંટની વાત કરીએ તો, માનુષી છિલ્લર સાથેની અપકમિંગ ફિલ્મ સિવાય, નેશનલ એવોર્ડ વિનિંગ સ્ટાર વિકી છેલ્લે ‘ભૂત’ ફિલ્મમાં જાેવા મળ્યો હતો. જેમાં તેની સાથે ભૂમિ પેડનેકર હતી.
તે સૂજિત સરકારની ફિલ્મ ‘સરદાર ઉધમ સિંહ’નો પણ ભાગ છે. વિકી કરણ જાેહરની ફિલ્મ ‘તખ્ત’માં પણ જાેવા મળશે. જેમાં તેની સાથે કરીના કપૂર, જાહ્નવી કપૂર, અનિલ કપૂર, આલિયા ભટ્ટ, રણવીર સિંહ અને ભૂમિ પેડનેકર હશે. વિકી કૌશલની પર્સનલ લાઈફની વાત કરીએ તો, છેલ્લા કેટલાક સમયથી તેનું નામ કેટરીના કૈફ સાથે જાેડાઈ રહ્યું છે. આ બધાની શરુઆત કરણ જાેહરના ચેટ શોથી થઈ હતી. જ્યાં કેટરીનાએ તેની જાેડી વિકી કૌશલ સાથે જામશે તેમ જણાવ્યું હતું.
તો વિકીએ પણ તેની સાથે કામ કરવાની તત્પરતા દેખાડી હતી. આ બાદથી બંને ઘણીવાર સાથે સ્પોટ થયા છે. બંને એકબીજાના ઘરે પણ જાય છે. જાે કે, વિકી કે કેટરીનામાંથી કોઈ પણ તેઓ રિલેશનશિપમાં હોવાની વાત સ્વીકારી કે નકારી નથી.