ટાઈગરની મોમે જિમમાં ઉઠાવ્યું ૯૫ કિલો હેવી વેઈટ
મુંબઈ: બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફની માતા આયશા શ્રોફ પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સજાગ રહે છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયોઝ પણ સામે આવતા રહે છે. હવે આયેશા શ્રોફનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે સ્વિમિંગ પૂલમાં ડાઈવ મારતી જાેવા મળે છે. આયેશા શ્રોફે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં તે સ્વિમિંગ પૂલમાં ડાઈવ મારતી જાેવા મળે છે. જેની સાથે જ આયેશા શ્રોફે લખ્યું છે કે, ફાર્મમાં ખૂબ જ સારો દિવસ રહ્યો.
હું પોતાનો સ્વિમસૂટ ભૂલી ગઈ, પરંતુ તેનાથી શું ફેર પડે છે. તેના વિડીયો પર ફેન્સ ખૂબ જ કમેન્ટ કરી રહ્યો છે.
તાજેતરમાં જ આયેશા શ્રોફનો એક વેઈટ લિફ્ટિંગ કરેલો વિડીયો વાઈરલ થયો હતો. જેમાં તે જિમમાં ૯૫ કિલોનો હેવી વજન ઉઠાવતી જાેવા મળે છે. તેનો આ વિડીયો જાેઈને ફેન્સને પણ ખૂબ જ આશ્ચર્ય થયું હતું. ફેન્સે તેને સુપરમોમ કહી હતી. એવું લાગી રહ્યું છે કે ૬૦ વર્ષે પણ આયેશા શ્રોફે બાળકોને થોડો પડકાર ફેંક્યો છે.
નોંધનીય છે કે આયેશા શ્રોફે ૧૯૮૪માં આવેલી ફિલ્મ ‘તેરી બાહો મેં’થી ડેબ્યૂ કર્યુ હતું. આ ફિલ્મમાં તેની સાથે મોહનીશ બહલ હતો. તેણે આ એક જ ફિલ્મ કરી અને જ્યારે એક્ટિંગમાં ન ચાલી તો ફિલ્મ્સ છોડીને એક્ટર જેકી શ્રોફે ૧૯૮૭માં લગ્ન કર્યા હતાં. જે પછી તેણે ફિલ્મ પ્રોડ્યૂસરની કમાન સંભાળી તો તેમજ અનેક ફિલ્મ પ્રોડ્યૂસ કરી હતી.