છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી એસ.ઓ.જી. ખેડા
પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓ તરફથી નાસતા – ફરતા આરોપી પકડવા અંગેની ડ્રાઇવ ચાલુ હોય જેથી નાસતા – ફરતા આરોપી શોધી કાઢવા અંગેની ડ્રાઇવ અનુસંધાને જીલ્લાના અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.વાઘેલા એસ.ઓ.જી. ખેડા – નડીયાદ નાઓએ પોતાના એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ માણસોને સદર ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ લક્ષ્યાંક હાંસલ કરવા માટે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.
જે આધારે એસ.ઓ.જી. સ્ટાફના અહેડકો નિમેષભાઇ ,વિજયકુમાર, યશપાલસીંહ, હિતાર્થભાઈ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અહેડકો નિમેષકુમાર ને માહીતી મળેલ કે ઠાસરા પો સ્ટે સે.ગુ.ર.ન ૨૩/૧૯ પ.સં. સુધારા અધિ .૨૦૧૭ ની કલમ ૫,૬,૮,૧૦ તથા પ.ઘા.અધી.કલમ ૧૧ ડી , ઇ.એફ તથા જી.પી.એક્ટ ૧૧૯ મુજબના આરોપી મહેશભાઇ જગદીશભાઇ મકવાણા રહે . થાનગઢ દેવનગર તા.થાનગઢ જી . સુરેન્દ્રનગર નાઓ રાજકોટ ખાતે રહેતા હોવાની માહીતી આધારે.
ઉપરોક્ત સ્ટાફ સાથે રાજકોટ ગોડલ રોડ ઉપર થી વર્ણન મુજબનો ઇસમ મળી આવતા તેને ઠારસા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ને તા . ૦૨/૦૨/૨૦૧૧ ના રોજ ઝડપી લઇ ઓગળની વધુ તપાસ માટે ઠાસરા પોસ્ટ સોંપવામાં આવેલ છે.