ખેડૂત આંદોલન: ‘જાણકારી વિના ટિપ્પણી કરવી બેજવાબદાર હરકત’ વિદેશી હસ્તિઓના નિવેદન પર સરકાર બગડી
નવી દિલ્હી, દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના પડઘા વિદેશોમાં પડી રહ્યા છે.પોપ સ્ટાર રિહાના અને પૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલિફા તથા પર્યાવરણ માટે કામ કરતી ગ્રેટા થનબર્ગ અને અમેરિકન ઉપ પ્રમુખ કમલા હેરિસની ભત્રીજી મીના હેરિસે ખેડૂત આંદોલનને ટેકો જાહેર કર્યો છે.
જોકે એ પછી ભારત સરકાર તરત એક્શનમાં આવી છે અને આ પ્રકારે સેલિબ્રિટીઝ દ્વારા થયેલી ટિપ્પણીઓને બીનજવાબદાર કૃત્ય ગણાવ્યુ છે.વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે, જાણીતી હસ્તીઓ દ્વારા સોશિયલ મીડિયા પર સનસનીખેજ ટિપ્પણીઓ કરીને કે હેશટેગ ચલાવીને પ્રસિધ્ધિ મેળવવાનો લોભ યોગ્ય નથી.
વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, ભારતની સંસદે તમામ પ્રકારની ચર્ચા બાદ કૃષિ ક્ષેત્ર સાથે સબંધિત નવા કાયદા લાગુ કર્યા છે.જે ખેડૂતોને વિકલ્પ પૂરા પાડશે પણ કેટલાક તત્વોએ ભારત સામે આંતરરાષ્ટ્રિય સ્તરે સમર્થન મેળવવા માટે પ્રયત્ન કર્યો છે.આવા મામલામાં ટિપ્પણી કરતા પહેલા સેલિબ્રિટિઝ હકીકત શું છે તે જાણી લે અને મુદ્દાને યોગ્ય રીતે સમજે તે જરુરી છે.