Western Times News

Gujarati News

એક જરૂરિયાતમંદ વ્યક્તિને સિદ્ધાર્થ મલ્હોત્રાએ મદદ કરી

સિદ્ધાર્થ મલ્હોત્રા હાલ અજય દેવગણ અને રાકુલ પ્રીત સિંહ સ્ટારર ફિલ્મ થેન્ક ગોડના શૂટિંગમાં વ્યસ્ત છે. એક્ટર હાલમાં શેરશાંહના ડિરેક્ટર વિષ્ણુવર્ધન સાથે બાંદ્રામાં ડબિંગ સ્ટુડિયો બહાર સ્પોટ થયો હતો. જ્યાં તેણે પાપારાઝી સામે જાેઈને પોઝ આપ્યા હતા. પોતાની કારમાં ઘરે જતી વખતે એક્ટરે એક જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરી હતી.

તેણે આ કામ કરીને ફેન્સના દિલ જીતી લીધા છે. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં જાેઈ શકાય છે કે,

એક્ટર જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરી રહ્યો છે, જે તેની રાહ જાેઈ રહ્યો હતો. જ્યારે સિદ્ધાર્થ કારમાં બેસવા જઈ રહ્યો હતો ત્યારે તેણે તે વ્યક્તિને જાેયો અને ત્યાંથી નીકળતા પહેલા તેને થોડા રુપિયા આપીને મદદ કરી. વર્કફ્રંટની વાત કરીએ તો, સિદ્ધાર્થ મલ્હોત્રા છેલ્લે તારા સુતારિયા, રિતેશ દેશમુખ સાથે ફિલ્મ ‘મરજાંવા’માં જાેવા મળ્યો હતો.

હાલ તેની પાસે વિષ્ણુવર્ધનની ફિલ્મ ‘શેરશાંહ’ છે. આ ફિલ્મ પરમવીર ચક્ર વિજેતા અને આર્મી કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પરથી બની રહી છે.

ફિલ્મમાં સિદ્ધાર્થ ડબલ રોલમાં એટલે કે વિક્રમ બત્રા અને તેમના જુડવા ભાઈ વિશાલમાં જાેવા મળશે. વર્ષ ૨૦૧૨માં આવેલી ફિલ્મ સ્ટુન્ડ ઓફ ધ યર બોલિવુડમાં ડેબ્યૂ કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રા અત્યારસુધીમાં ઘણી ફિલ્મો કરી ચૂક્યો છે. જાે કે, તેને જાેઈએ તેવી સફળતા મળી નથી. આ જ ફિલ્મથી આલિયા ભટ્ટ અને વરુણ ધવને પણ બોલિવુડની દુનિયામાં પગ મૂક્યો હતો. જાે કે, આજે તેમની ગણના એક સફળ એક્ટર્સમાં થાય છેે.

સિદ્ધાર્થ મલ્હોત્રા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને લઈને વધારે ચર્ચામાં રહે છે. એક્ટર પહેલા આલિયા ભટ્ટ સાથે રિલેશનશિપમાં હતો, જે લાંબો સમય ટકી નહીં.

જે બાદ તેનું નામ તારા સુતારિયા સાથે પણ જાેડાયું હતું, જાે કે હાલ તે કરીના કપૂરના ફોઈના દીકરા આદર જૈનની ગર્લફ્રેન્ડ છે.

છેલ્લા કેટલાક સમયથી સિદ્ધાર્થ કિયારા અડવાણીને ડેટ કરી રહ્યો હોવાનો ગણગણાટ છે. બંને ઘણીવાર સાથે સ્પોટ થઈ ચૂક્યા છે. નવા વર્ષની ઉજવણી પણ તેમણે સાથે માલદીવ્સમાં કરી હતી.

થોડા દિવસ પહેલા જ કિયારા મોડી રાતે સિદ્ધાર્થના ઘર બહાર જાેવા મળી હતી. જાે કે, બંનેએ આજ સુધી તેઓ રિલેશનશિપમાં હોવાની વાત સ્વીકારી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.