પ્રિયંકાને ઘરમાં બાળકોની આખી ક્રિકેટ ટીમ જાેઈએ છે
અમેરિકાના પોપ સિંગર નિક જાેનાસ અને દેશી ગર્લ પ્રિયંકા ચોપડાના લગ્નને બે વર્ષ પૂરા થયા છે. સમગ્ર દુનિયામાં આ સુપરસ્ટાર કપલના ફેન્સ છે જેમને આતુરતાથી તેના પરિવારમાં ગુડન્યૂઝની રાહ જુએ છે. આ વચ્ચે નિક જાેનાસે એક મોટી ચોંકાવનારી વાતનો ખુલાસો કર્યો છે.
નિક જાેનાસે કહ્યું કે, પત્ની અભિનેત્રી પ્રિયંકા ચોપડાની સાથે એક મોટો પરિવાર કરવાની તેની યોજના છે. તેણે પ્રિયંકાને પોતાના જીવનનો એક ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો.
ઇઓનલાઈન ડોટ કોમ સાથેની વાતચીતમાં બાળકો વિશે પૂછતાં નિકે કહ્યું, “આ એક સુંદર યાત્રા થવા જઈ રહી છે, અને હું ઘણા બાળકોની અપેક્ષા રાખું છું.”
તેણે કહ્યું, તે (પ્રિયંકા) મારા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તે સ્પષ્ટ રીતે કંઈક એવું છે જેની અમે આશા રાખીએ છીએ, અને ભગવાનની ઇચ્છાથી તે સાથે રહેશે. અમે એકબીજાને પ્રાપ્ત કરી ભાગ્યશાળી માનીએ છીએ.
તમને જણાવી દઈએ કે ગત મહિને એક મુલાકાતમાં, જ્યારે પ્રિયંકા ચોપડાને કેટલા બાળકો જાેઈએ છે તે વિશે એક સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં તેણે જે કહ્યું તેનાથી તેના ચાહકો ચોંકી ગયા. ૩૮ વર્ષની અભિનેત્રીએ કહ્યું કે તે ૧૧ બાળકો ઇચ્છે છે અને મોટેથી હસવા લાગી. તેણે કહ્યું, હકીકતમાં, તે એક ક્રિકેટ ટીમ બનાવવા માંગે છે, જેમાં ૧૧ લોકો હશે.