આંખની વાત આત્માના કાન સુધી નથી પહોંચતી
એક મહાપ્રતાપી રાજાએ નૈમિષારણ્યમાં એકત્રીત થયેલા દશ હજાર ઋષિ-મુનિઓને નિવેદન કર્યું કે, આત્માના ગૂઢ તત્વ સુધીની તમારી પહોચે છે. તો કૃપા કરીને મને પણ આત્મદર્શન કરાવો !’
ઋષિ-મંડળીમાં મૌન છવાઈ ગયું. રાજા નિરાશ થઈને પાછો ફરતા હતો. ત્યાં અષ્ટાવક્ર તેની સામે રસ્તામાં મળ્યા. અષ્ટાવક્રે રાજાને કહ્યું, ‘રાજા હું શરીરથી અસમર્થ છું. અત્યાધિક થાકેલો છું. આજે આ માર્ગમા વિશ્વાસ કરીશ. તારો રથ કોઈ બીજે રસ્તે થઈને લઈ જા.’
રાજા ક્રોધ ભરાઈને બોલ્યોઃ ‘દૂર ખસેડો આ અધમ, અપંગ માંસના લોચાને. ‘અષ્ટાવક્રે શાંતિથી કહ્યુંઃ રાજન પાસે જ બીજાે માર્ગ છે, તમે ત્યાંથી કેમ નથી જતાં ?’ રાજાએ હઠે ભરાઈને કહ્યું, નહીં, હું આ માર્ગે જ જઈશ.’ અષ્ટાવક્રે કહ્યુંઃ ‘કેમ ? આ માર્ગથી જ જવાથી તમને શું મળી જવાનું હતું ? રાજા ક્રોધી અંધ બની બોલ્યો ‘ ભલે કંઈ ન મળે, હું તો આ માર્ગેથી જ જઈશ, માટે ખસી જા.’ જે માર્ગે કશું જ નથી મળવાનું, એ બાજુ જવાની હા કરવી એ મૂર્ખતા નથી રાજન ?’ અષ્ટાવક્રે જ્ઞાનભરી ટીકા કરી.
રાજા ચમકયો અને શાંત પડી પુછયુંઃ તારો શો મતલબ અષ્ટાવક્ર ?’ એ જ કે આંખ મીચીને ચાલનારને કશું ન દેખાય તે બિચારા ઋષિ મુનિઓ શું કરે ?’ રાજા રથમાંથી ઉતરી પડયો અને અષ્ટાવક્રને પગે પડયો.
અષ્ટાવક્ર ઋષિએ ક્હ્યું, ‘બસ, આ જ આત્મદર્શન છે. રાજા પળે પળ જીવને આત્મદર્શન થયા જ કરે છે, મુશ્કેલી એ છે આંખની વાત આત્માના કાન સુધી નથી પહોંચતી.’
આત્મદર્શનાથીઓ માટે આ બોધ લાભદાયી છે. આ સાધુઓને કહીએ કે મને આત્મદર્શન કરાવો તેનો શો અર્થ ? દરેક મનુષ્ય પોતે જ પોતાની જાતે આત્મદર્શન કરી શકે છે. આ બધા જ્ઞાનની ગુરુની મદદ લો તેની ના નહી. પણ યાદ રાખો કે આંખવાળા મનુષ્ય પોતે જ પોતાની જાતે આત્મદર્શન કરી શકે છે. આ બાબત જ્ઞાની ગુરુની મદદ લો તેની ના નહી. પણ યાદ રાખો કે આંખવાળી મનુષ્ય કહે કે મને રસ્તો બતાવો, મને દોરી જાવ તેનો શો અર્થ.