સાબરમતી રિવરફ્રન્ટમાં રૂ.૭૦ કરોડનો ગોટાળો
ઓડિટ અહેવાલમાં બહાર આવેલી ચોંકાવનારી વિગતો :મ્યુનિ.સત્તાધીશો કૌભાંડ કરતાં હોવાનો કોંગ્રેસનો આક્ષેપ |
દેવેન્દ્ર શાહ દ્વારા અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન સંચાલિત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પાેરેશન કંપનીની આજે બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના સત્તાધીશો અને કંપનીના અમલદારોની પોલ ખુદ તેમના ઓડિટર દ્વારા જ ખોલી નાંખવામાં આવી છે. ઓડિટર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ કંપનીના હિસાબોની ચકાસણી કરવામાં આવી હતી.
જેમાં ૩૧મી માર્ચ ૨૦૧૯ સુધીના હિસાબો ચકાસણી કર્યા બાદ એવું સામે આવ્યું છે કે, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા આપવામાં આવેલી ગ્રાંટ પૈકીના કરોડો રૂપિયા વપરાયા છે પણ ક્યાં વપરાયા તેના કોઈ જ બીલ કે અન્ય પુરાવા રજુ કરવામાં આવ્યા નથી. જેથી ઓડીટર દ્વારા આપેલા રિપોર્ટમાં ગોટાળો કર્યાનો ખુલાસો માંગવામાં આવ્યો છે.
મ્યુનિ.કોગ્રેંસ પક્ષના નેતા દિનેશ શર્માએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા દર વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ કંપનીને કરોડો રૂપિયાની ગ્રાંટ આપવામાં આવે છે જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ કંપનીનો વહીવટ મ્યુનિ.ના અધિકારીઓ, ભાજપના સત્તાધીશો અને સરકાર દ્વારા નિમેલા પ્રતિનિધિઓ કરે છે જેથી રૂ.૬૯.૩૧ કરોડ ક્યાં વવપરાયા તેનો હિસાબ મળી રહ્યો નથી.
જેથી આડકતરી રીતે આ ૬૯.૩૧ કરોડનો ગોટાળો કરવામાં આવ્યો છે.
આ કરોડો રૂપિયાના હિસાબના ગોટાળા છુપાવવા માટે તો અમદાવાદ મ્યુનિ.ના ભાજપના સત્તાધીશો મ્યુનિ.ના ચીફ ઓડિટર પાસે ઓડિટ કરાવતાં નથી અને ખાનગી કંપની પાસે ઓડિટ કરાવે છે પણ ખાનગી કંપની પણ ઓડિટ કરે તો તેમના ગોટાળા પકડીને જાહેર કરે છે.
ઓડિટરે તેના રિપોર્ટમાં એવી ટકોર પણ કરી છે કે, સાબરમતી રિવરફ્રન્ટ કંપનીમાં કોઈપણ પ્રકારની ફાઈનાÂન્શયલ કંટ્રોલ સિસ્ટમ નથી. એટલે કે, નાણાંકીય સત્તાઓ ઉપર કોઈપણ પ્રકારનું અંકુશ નથી.
જેથી કોઈના પણ આદેશથી કરોડો રૂપિયા ખર્ચ થઇ જાય છે જેના પરિણામે ૬૯.૩૧ કરોડની માતબર રકમનો હિસાબ મળી રહ્યો નથી તે રૂપિયા ક્યાં ખર્ચ કરાયા તેના બિલ મળી રહ્યાં નથી.
આમ સમગ્ર બાબતની ગંભીરતા જાતા અમે રાજ્ય તકેદારી આયોગ (સ્ટેટ ચીફ વિજિલન્સ)ને ફરિયાદ કરીશું અને સાબરમતી રિવરફ્રન્ટની કંપનીનું ઓડિટ કરી ગોટાળા પકડવામાં આવે અને નાણાંકીય કૌભાંડની તપાસ કરવામાં આવે તેવી અમે પત્ર લખી માંગણી કરીશું.
સાબરમતી રિવરફ્રન્ટ કંપનીની બોર્ડની બેઠકમાં એજન્ડા ઉપર દરખાસ્ત નંબર ૪,૫ અને ૫ કોરા કાગળ મૂકવામાં આવ્યા હતાં. જેમાં દરખાસ્ત નંબર ૬ પ્રોજેક્ટ કમિટીના કામોની હતી પણ એજન્ડા ઉપર કોઈપણ કામ મુકવામાં આવ્યું ન હતું.
આ પહેલાં એટલે કે, બોર્ડની બેઠક ૧૧.૪૫ વાગે મળે તે પહેલાં ૧૧.૩૦ વાગે પ્રોજેક્ટ કમિટીની બેઠક મળી હતી પછી તેના કામો સીધા બોર્ડની બેઠકમાં મુકવામાં આવ્યા હતા. પ્રોજેક્ટ કમિટીમાં વિપક્ષના સભ્ય નથી.
જ્યારે બોર્ડમાં આ પ્રકારે એક સેકન્ડ પહેલાં બોર્ડની બેઠકમાં જ સીધા કામ મૂકવામાં આવે છે જેથી બોર્ડમાં વિપક્ષના સભ્યને એક મિનિટ પણ અભ્યાસનો સમય આપવામાં આવતો નથી.
આમ ગોટાળા છુપાવવા માટે અને કોન્ટ્રાક્ટરોના હીત સચવાય તે માટે કરોડો રૂપિયાના કામો પ્રોજેક્ટ કમિટીમાં મંજુર કરાય છે પછી તે સીધા જ ગણતરીની મિનીટ બાદ બોર્ડની બેઠકમાં મુકી દેવાય છે. ખરેખર તો પ્રોજેક્ટ કમિટીના કામો મંજુર કર્યા બાદ તે તમામ સભ્યોને અભ્યાસ માટે મોકલવા જાઈએ પછીની બોર્ડની બેઠકમાં આવરી લેવા જાઈએ પણ જાણીજાઈ મળતિયાની પોલ ન ખુલી જાય અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી શકાય તે માટે આ પ્રકારની નીતિ અપનાવી છે.
સાબરમતી રિવરફ્રન્ટ કંપનીમાં ભાજપના સત્તાધીશો મોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યાં છે. પ્રોજેક્ટ કમિટીના નામે ખાયકીનો અડ્ડો ચાલતો હોય તેવું સ્પષ્ટ લાગે છે. જા ભાજપના સત્તાધીશો પત્રકારોની હાજરીમાં તમામ કામોની ચર્ચા થવી જાઈએ પણ તમામ કામો છુપાવવા પાછળ માત્રને માત્ર તેમનો ભ્રષ્ટાચારનો ઈરાદો છે.