અમેરિકા મોદી સરકારના કૃષિ કાયદાનું સ્વાગત કર્યું
વૉશિંગ્ટન, કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલું આંદોલન દુનિયાભરના અખબારમાં હેડલાઇનમાં છવાયું. પોપ સ્ટાર રિહાના, કમલા હેરિસની ભત્રીજી બાદ હવે અમેરિકાની પ્રતિક્રિયા સામે આવી છે. અમેરિકાના વિદેશ મંત્ર્યાલયએ એક નિવેદનમાં કહ્યું કે કોઇ પણ વિવાદ કે પ્રદર્શનને લઇને બંને પાર્ટીઓ વચ્ચે ચર્ચા થવી જોઇએ અને વાતચીતથી સમસ્યાનો નિવેડો લાવો જોઇએ.
અમેરિકાના વિદેશ મંત્ર્યાલયએ આગળ કહ્યું કે અમને લાગે છે કે શાંતિપૂર્ણ રીતેથી કરવામાં આવું પ્રદર્શન લોકતંત્રનું અભિન્ન અંગ છે, ભારતની સુપ્રીમ કોર્ટે પણ આ વાત કહી છે. જો બંને પક્ષોમાં મતભેદ છે તો તેને વાતચીતથી હલ કરવો જોઇએ.
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને લઇને તેમણે કહ્યું કે ખેતીને ઉન્નત બનાવવા કોઇ પણ નિર્ણયનું અમેરિકા સ્વાગત કરે છે, પ્રાઇવેટ સેક્ટરને પણ તેમા સામેલ કરવાના નિર્ણયને પણ આવકરીએ છીએ. ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકવાને લઇને અમેરિકાએ કહ્યું કે અમને લાગે છે કે કોઇ પણ માહિતી આમ લોકો સુધી પહોંચાડવી તે ઇન્ટરનેટનો એક ભાગ છે. તે લોકતંત્રનો એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે જો બિડનના વહિવટીતંત્ર દ્વારા પહેલીવાર ખેડૂત આંદોલનને લઇને સીધી પ્રતિક્રિયા સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્હીના સીમાડા પર ચાલતા ખેડૂત આંદોલનનો આજે 71મો દિવસ છે. સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણ કૃષિ બિલનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગત 26 જાન્યુઆરીએ જ્યારે ખેડૂતો દ્વારા નિકળેલી ટ્રેક્ટર પરેડમાં હિંસા તઇ ત્યારબાદ તેણે વૈશ્વિકત સમાચારોમાં સ્થાન મેળવ્યું છે.
મંગળવારે પોપ સ્ટાર રિહાનાએ ખેડૂતોના સમર્થનમાં ટ્વિટ કર્યુ હતું. ત્યારબાદ અનેક આતંરરાષ્ટ્રીય હસ્તીઓ દ્વારા ખેડૂતોના સમર્થનમાં ટ્વિટ કરવામાં આવ્યા છે. સાથે જ આ લોકોએ ભારત સરકાર પર સવાલ પણ ઉઠાવ્યા છે. ભારતના આંતરીક મુદ્દે સવાલો ઉઠાવનાર આ લોકોને હવે ભારતમાંથી જવાબ મળી રહ્યો છે. પહેલા વિદેશ મંત્રાલયે આવા લોકોને જવાબ આપ્યા બાદ હવે ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગે ટ્વિટ કર્યું હતું. અમિત શાહે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવના નિવેદને રીટ્વિટ કરીને કહ્યું કે કોઇ પણ પ્રોપગેન્ડા દેશની એકતાને તોડી નહીં શકે. કોઇ પણ પ્રોપગેન્ડા દેશના વિકાસને અટકાવી નહીં શકે. ભારતની પ્રગતિ માટે તમામ લોકો એક છે.