Western Times News

Gujarati News

હવે બ્રિટનની સંસદમાં કિસાન આંદોલન પર ચર્ચા કરાવવા ઉપર વિચાર

નવીદિલ્હી, કિસાન આંદોલનના સમર્થનમાં સિંગર રિહાના અને પર્યાવરણ માટે કામ કરનારી ગ્રેટા થનબર્ગના ટ્‌વીટ્‌સ બાદ તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર વધુ ભા આપી ભારત સરકારે દેરવાની તૈયારીઓ ચાલી રહી છે બ્રિટનની સંસદની અરજી સમિતિ કિસાનોના પ્રદર્શન અને ભારતમાં પ્રેસની આઝાદી પર હાઉસ ઓફ કોમન્સ પરિસરમાં ચર્ચા કરાવવા પર વચાર કરી રહી છે.હકીકતમાં આ સંબંધમાં એક ઓનલાઇન અરજી ઉપર ૧,૦૬,૦૦૦થી વધુ હસ્તાક્ષર કરવામાં આવ્યા છએ આ ચર્ચા વેસ્ટમિંસ્ટર હોલમાં થઇ શકે છે.

ઓનલાઇન અરજી પર હસ્તાક્ષર કરનારાઓની યાદીમાં વડાપ્રધાન બોરિસ જાેનસનનું નામ પણ કહેવાતી રીતે જાેવા મળી રહ્યું છે જે તેમણે પશ્ચિમ લંડનથી સંસદમાં કંઝરવેટિવ પાર્ટીના સભ્યની હેસિયતથી કરી છે જયારે બ્રિટન વડાપ્રધાનના સત્તાવાર આવાસ સહ કાર્યાલય ૧૦ ડાઉનિગ સ્ટ્રીટે એ વાતનો ઇન્કાર કર્યો કે જાેનસને અરજી પર હસ્તાક્ષર કર્યા છે એ યાદ રહે કે સંસદની વેબસાઇટ પર જાે કોઇ ઇ અરજી ઉપર ૧૦ હજારથી વદુ હસ્તાક્ષર પ્રાપ્ત થાય છે તો બ્રિટનની સરકાર માટે સત્તાવાર નિવેદન આપવું જરૂરી બની જાય છે જયારે કોઇ અરજી પર એક લાખથી વધુ હસ્તાક્ષર થાય છે તો તે મુદ્દા પર ચર્ચા માટે વિચાર કરવામાં આવે છે.

બ્રિટન સરકારન એક પ્રવકતાએ કહ્યું કે મીડિયાની સ્વતંત્રતા માનવ અધિકારોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે અને દુનિયાભરના પત્રકારોને પોતાની નોકરી કરવા અને ધરપકડ કે હિંસાના ડર વિના અધિકારીઓને જવાબદાર રાખવા માટે સ્વતંત્ર હોવું જાેઇએ પ્રવકતાએ કહ્યું કે સ્વતંત્ર પ્રેસ આપણા લોકતંત્રોમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે ચે અને સરકાર મીડિયા સ્વતંત્રતા ગઠબંધનના સભ્ય દ્વારા તેને પોતું સમર્થન આપે છે સંસદની સત્તાવાર અરજી વેબસાઇટ પર પ્રદર્શનકારીઓની સુરક્ષા અને પ્રેસ સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારથી વિનંતી કરે શીર્ષકની અરજીમાં બ્રિટન સરકારથી કિસાન પ્રદર્શન અને પ્રેસની આઝાદી પર જાહેર નિવેદન આપવાની વિનંતી કરવામાં આવી છે. હાસ ઓફ કોમન્સના પ્રવકતાએ કહ્યું કે અરજી પર સરકારની પ્રતિક્રિયા આ મહીનાના અંત સુધી  આવવાની આશા છે અને ચર્ચા કરાવવા પર વિચાર કરી શકાય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.