સીઆઇડી વિંગ હવે કાશ્મીરીઓ પર ખોટા મામલામાં ફસાવી રહી છે: મુફતી
જમ્મુ, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના અધ્યક્ષ મહેબુબા મુફતીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરની સીઆઇડી વિંગ હવે કાશ્મીરીઓને આતંંકિત કરવા અને તેમને ખોટા મામલાાં ફસાવવા માટે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળી ચુકી છે.
મહેબુબાએ એક ટ્વીટમાં કહ્યું કે પીડીપી નેતા વહીદ ઉર રહમાન પારાની વિરૂધ્ધ આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યાં બાદ સીઆઇડીએ એસઆઇટીના પ્રમુખને બદલી નાખ્યા કારણ કે તેમણે પારા પર થોપવામાં આવેલ આરોપોને સાબિત કરવામાં એક સહયોગી હોવાનો ઇન્કાર કરી દીધો હતો. ટ્વીટમાં લખ્યું કે જમ્મુ કાશ્મીર સીઆઇડી તે કેન્દ્રીય એજન્સીઓની યાદીમાં સામેલ થઇ ગયા છે જે કાશ્મીરીઓને આતંકિત કરવા અને તેને ખોટી રીતે ફસાવવાનું કામ કરે છે.
મહેબુબાએ એ પણ કહ્યું કે વહીદને બેબુનિયાદ આરોપોનો સ્વીકાર કરાવવા માટે પરેશાન કરવામાં આવી રહ્યાં છે પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે કાનુન અને વ્યવસ્થાને બનાવી રાખવા માટે સ્થાપિત કરવામાં આવેલ આવી સંસ્થાન આ કપટપૂર્ણ તપાસોમાં સામેલ થવાથી પોતાની પ્રતિષ્ઠા ગુમાવી રહી છે.
પીડીપી પ્રમુખે મહેબુબા મુફતીએ દિલ્હીની સીમાઓ પર કિસાનોના પ્રદર્શન સ્થળો પર પોલીસ દ્વારા બહુસ્તરીય બેરિકેડિંગ લગાવવાની ટીકા કરી મહેબુબાએ કહ્યું કે કિસાન વિરોધ સ્થળોની આસપાસ તારો અને ખાઇઓએ તમામને ચોંકાવી દીધા છે આ દ્શ્ય કાશ્મીરના લોકો માટે ખુબ પરિચિત છે પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે તે કિસાનોના દર્દ અને અપમાનને સમજે છે અને તેમની સાથે ઉભા છે.HS