Western Times News

Gujarati News

ભાઈની ટ્‌વીટથી ટ્રેનની સ્પિડ વધી, બહેન પરીક્ષામાં પહોંચી

વારાણસી, ભારતીય રેલવેમાં દરરોજ સેંકડો મુસાફરો ટ્રાવેલ કરતા હોય છે. જાેકે ટ્રેન મોડી હોવાના કારણે ઘણીવાર પેસેન્જરોને પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે. કેટલીકવાર વિદ્યાર્થીની પરીક્ષા છૂટી જાય છે. આવી જ એક ઘટના વારાણસીમાં પરીક્ષા આપવા જઈ રહેલી વિદ્યાર્થિની સાથે બનવા જઈ હતી, પરંતુ તેના ભાઈ દ્વારા કરવામાં આવેલા એક ટ્‌વીટના કારણે ટ્રેનની સ્પીડ વધી ગઈ અને સમયસર તે પોતાના ગંતવ્યસ્થાન સુધી પહોંચી ગયા.

ઘટનાની વિગતો મુજબ, ઉત્તર પ્રદેશના મઉના એક યુવકે બુધવારે સવારે ભારતીય રેલવેને ટ્‌વીટ કર્યું હતું કે સર, મારી બહેનને પેપર છે, પરંતુ જે ટ્રેનમાં તેનું રિઝર્વેશન છે તે અઢી કલાક મોડી ચાલી રહી છે. આથી તેનું પેપર છૂટી શકે છે. યુવકે ટ્‌વીટ કરતા થોડીવારમાં ટ્રેનની સ્પીડ વધી ગઈ હતી અને ટ્રેન ફટાફટ વારાણસી પહોંચી ગઈ હતી. આ કારણે ટ્રેનની અંદર મુસાફરી કરી રહેલી વિદ્યાર્થિની સમયસર કોલેજ પહોંચીને પરીક્ષા આપી શકી હતી. આ પ્રશંસનીય કામ માટે વિદ્યાર્થિની અને તેના ભાઈએ રેલવેને વળતો જવાબ આપીને આભાર વ્યક્ત કર્યો હતો.

નાઝિયા તબસ્સુમની બેંકની પરીક્ષાનું કેન્દ્ર વારાણસીની વલ્લભ વિદ્યાપીઠ બાલિકા ઇન્ટર કોલેજમાં આવ્યું હતું. બુધવારે બપોરે તેની પરીક્ષા હતી. નાઝિયાએ છપરા વારાણસી સિટી એક્સપ્રેસમાં મઉથી રિઝર્વેશન કરાવ્યું હતું. મઉ ખાતે ટ્રેન સવારે ૬ઃ૨૫ વાગ્યે પહોંચવાની હતી પરંતુ ટ્રેન ૨ કલાક અને ૫૩ મિનિટ મોડી પડીને ૯ઃ૧૮ વાગ્યે મઉ પહોંચી હતી. આથી નાઝિયાના ભાઈ અનવર જમાલે રેલવેને ટ્‌વીટ કર્યું હતું અને તેની બહેનની પરીક્ષા છૂટી જશે તેવી માહિતી આપી હતી. તેની બહેનની બપોરે ૧૨ વાગ્યે પરીક્ષા હતી. ટ્‌વીટ મળતા જ રેલવેએ તેણીનો મોબાઇલ નંબર માંગ્યો હતો અને વ્યવસ્થા કરી હતી.

આ બાદ રેલવે તરફથી નાઝિયાનો સંપર્ક કરીને રેલવેએ પરીક્ષા અંગે માહિતી મેળવી હતી. આ સાથે જ તેને સમયસર પહોંચાડી દેવામાં આવશે તેવો ભરોસો પણ આપ્યો હતો. જે બાદ મઉ અઢી કલાક મોડી પહોંચેલી ટ્રેન ફક્ત બે જ કલામાં ૧૧ વાગ્યે વારાણસી પહોંચી ગઈ હતી. પરીક્ષા કેન્દ્ર પર પહોંચીને અનવરે રેલવેને ફરીથી ટ્‌વીટ કરીને આભાર માન્યો હતો. આ અંગે રેલવે તરફથી કહેવામાં આવ્યું હતું કે, અમે નિયમ પ્રમાણે વિદ્યાર્થિનીની મદદ કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.