સીઆઈડી ક્રાઈમ અને રેલ્વેએ ગયા વર્ષે ૪.૫૪ કરોડનાં નશીલા પદાર્થો જપ્ત કર્યા
એનડીપીએસનાં ૧૩ આરોપી પણ ઝડપાયા
(પ્રતિનિધિ) અમદાવાદ, ગત વર્ષ દરમિયાન સીઆઈડી ક્રાઈમ અને રેલ્વે દ્વારા નશીલા માદક પદાર્થોની હેરાફેરી અને ગેરકાયેદસર પ્રવૃત્તિ વિરુદ્ધ કરવામાં આવેલી ડ્રાઈવ દ રમિયાન ગાંજાે, અફીણ, ચરસ, મેફેડ્રોન, સહીતનો કુલ ૪.૫૪ કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જેમાં ૮૯ કેસ કરીને ૧૧૦ આરોપીએને ઝડપી લેવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાંક સમયથી રાજ્યમા નશીલા દ્રવ્યોનો વેપાર કરતા તત્વો સક્રીય થયા છે અને યુવાધનમાં પણ નશીલા દ્રવ્યોનું સેવન વધી ગયુ છે જેને રાજ્ય પોલીસે ગંભીરતાથી લઈને વિવિધ એજન્સીઓને કાર્યવાહી કરવા આદેશો આપ્યા હતા. જેનાં પગલે વર્ષ ૨૦૨૦માં સીઆઈડી ક્રાઈમ અને રેલ્વે એ ગાંજાે, અફીણ, ચરસ હેરોઈન, પોષડોડા, મેફેડ્રોન, ટેબ્લેટ, એમ્ફેટા માઈન સહીતના માદક પદાર્થો જપ્ત કર્યા હતા. જેમાં કિમતની દૃષ્ટિએ સૌથી વધુ જથ્થો ૨.૪૨ કરોડનો મેફેડ્રોન અને ૧.૧૭ કરોડનો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. ઉપરાંત એનડીપીએસનાં ગુનાનાં ૯ કેસોમાં નાસતા ફરતાં કુલ ૧૩ આરોપીઓ પણ પકડી લેવાયા હતા.૧૩માંથી ૩ અમદાવાદથી જ્યારે ૧ મોરબી ખાતેથી ઝડપાયા હતા. જુવેનાઈલ જસ્ટીસ એક્ટ હેઠળ ૨૧ અને ઈ સીગારેટનાં પણ બે કેસ કરવામાં આવ્યા હતા.
આ સિવાય પોલીસ તંત્રએ ૨૬૦ કિલો ગાંજાે, ૫૯ કિલો અફીણનાં છોડ, ૨ કિલો ચરસ, ૪ ગ્રામ હેરોઈન, ૫૦૦ ગ્રામ બાર્બી ચૂરેટ પાવડર તથા ૧ કિલો પોષડોડાનો નાશ કર્યો હતો.